'તારાથી કંટાળી ગયો છું, મરી જવું છે' પત્નીએ કહ્યું તો જા મરી જા હવે

News18 Gujarati
Updated: June 1, 2019, 6:06 PM IST
'તારાથી કંટાળી ગયો છું, મરી જવું છે' પત્નીએ કહ્યું તો જા મરી જા હવે
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં નવા બંધાતા બિલ્ડિંગના ચોકીદાર નેપાળી યુવક લોકેશ અમરસીંગ ટમટાએ બિલ્ડિંગ ઉપરથી પડતું મુકી મોતને વ્હોલું કર્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટના રૈયાધાર વિસ્તારમાં નવા બંધાતા બિલ્ડિંગના ચોકીદાર નેપાળી યુવક લોકેશ અમરસીંગ ટમટાએ બિલ્ડિંગ ઉપરથી પડતું મુકી મોતને વ્હોલું કર્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. મૃતકના બે ભાઇઓએ હત્યાની આશંકા સેવી હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે પત્ની સાથે ઝઘડો થતાં જાતે જ પડતું મુકીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે લોકેશ તેની પત્ની કિરણ સાસુ જસોદા અને સસરા દિલીપની સાથે જ સાઇટ ઉપર પાર્કિંગમાં રહેતો હતો. અને ત્યાં જ ચોકીદારી તથા મજુરીકામ કરતો હતો. લોકેશના કિરણ સાથે સાત માસ પહેલા પ્રેમલગ્ન થયા હતા.

દરમિયાન મોડીરાત્રીના મોત નિપજ્યું તું. મૃતક લોકેશના બે ભાઇ અજય અને રાજુએ લોકેશને તેની પત્ની તથા સાસુ, સસરાએ મારમારી બિલ્ડિંગ ઉપરથી ધક્કો દઇ હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ ફોરેન્સિક પી.એમ. કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સાસુએ વહુને કહ્યું 'તારો દીકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો છે'

પોલીસના જણાવ્યા પ્રમાણે લોકેશ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં લોકેશે હું તારાથી કંટાળી ગયો છું, મરી જવું છે, કહેતા પત્નીએ પણ ગુસ્સામાં જા મરી જા કહ્યું હતું. બધા સુઈ ગયા હતા ત્યારે ધડાકાભેર અવાજ થતા લોકેશની પત્ની કિરણ જાગી ગઇ હતી. જોયું તો પતિ નીચે પટકાયેલો પડ્યો હતો.
First published: June 1, 2019, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading