રાજકોટઃ corona થયા બાદ માનસિક સ્થિતિ ખરાબ થતાં યુવકનો આપઘાત, ખેતરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ corona થયા બાદ માનસિક સ્થિતિ ખરાબ થતાં યુવકનો આપઘાત, ખેતરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મૃતકની તસવીર

સંતાનમાં બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા જસ્મીનભાઇને કોરોના થયો હતો. કોરોના મુકત થયા પછી પણ તે સતત ચિંતામાં રહેતાં હતાં અને માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી.

  • Share this:
રાજકોટઃ કોરોનાની મહામારીએ (coronavirus) કેટલાયના જીવનને ગંભીર અસર પહોંચાડી છે. અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તો અનેકે આ મહામારીને કારણે નોકરી ધંધા ગુમાવ્યા છે. કેટલાકે આ મહામારીને લીધે આર્થિક ભીંસ (money crisisi) ઉભી થવાથી જિંદગી પણ ટુંકાવી લીધી છે. વધુ એક કિસ્સામાં કોરોના થયા બાદ માનસિક હાલત ખરાબ થઇ જવાને કારણે ગોંડલ રોડ પુનિતનગરના 41 વર્ષના યુવાને મવડી નજીક ખેતરમાં ઝાડમાં લટકી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી મુજબ મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ 80 ફુટ રોડ તરફ જતાં સગુણા ચોક પાસેના ખેતરમાં ઝાડ ઉપર એક યુવાનની લાશ લટકતી હોવાની જાણ પોલીસની પીસીઆર વેન નીકળતાં તેના સ્ટાફને થતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી. એન. મોરવાડીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.108ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ આ યુવાનને મૃત જાહેર કરતાં પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ યુવાન ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે શેરી નં. 7માં રહેતાં જસ્મીનભાઇ ગુણવંતભાઇ મહેતા હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચોઃ-

જસ્મીનભાઇ સાંજે ઘરેથી પોતાનું બાઇક લઇને નીકળી ગયા બાદ તેમનો સંપર્ક થતો ન હોઇ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન એક યુવાન ખેતરમાં ઝાડમાં લટકતો હોવાની જાણ થતાં સ્વજનો શોધતા શોધતા એ તરફ પહોંચ્યા હતાં અને મૃતક યુવાન જસ્મીનભાઇ હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ પણ વાંચોઃ-

તેણે એક મોટા પથ્થર પર ચડી ઝાડમાં દોરી બાંધી ગળામાં નાંખી દઇ બાદમાં પથ્થરને પગેથી દૂર ખસેડી દઇ ફાંસો ખાઇ લીધાનું તારણ નીકળ્યું હતું. પરિવારજનોના કહેવા મુજબ આપઘાત કરનાર જસ્મીનભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને હોઝીયરીનો ધંધો કરતાં હતાં.સંતાનમાં બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા જસ્મીનભાઇને કોરોના થયો હતો. કોરોના મુકત થયા પછી પણ તે સતત ચિંતામાં રહેતાં હતાં અને માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. ધંધામાં પણ મંદી આવી ગઇ હોઇ માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. આ કારણે અવાર-નવાર ગમે તેવું રટણ કરતાં હતાં અને ગઇકાલે સાંજે ઘરેથી નીકળી જઇ આ પગલુ ભરી લીધું હતું.
Published by:ankit patel
First published:January 28, 2021, 21:28 pm

ટૉપ ન્યૂઝ