જેતપુરઃ લોકો કોઈને કોઈ બહાને મતદાન કરવાના પોતાના અધિકારથી અળગા રહેતા હોય તે ત્યારે અહીં એક બીમાર વ્યક્તિએ ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. GEBમાં નોકરી કરતા અને અકસ્માતને કારણ હાલ પથારીવશ રહેલો એક વ્યક્તિ એમ્બ્યુલન્સ લઈને મતદાન મથકે પહોંચ્યો હતો અને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
જેતપરના જયુભાઈ ચૌધરીને એક મહિના પહેલા અકસ્માત નડ્યો હતો. અકસ્માત થયા બાદ તેઓ પથારીવશ છે. આજે સવારે તેઓ આત્મવિશ્વાસ સાથે એમ્બ્યુલન્સ લઈને મતદાન મથકે પહોંચ્યા હતા. પથારીવશ હોવા છતાં મતદાન કરીને જયુભાઈ અનેક લોકોની પ્રેરણા બન્યા હતા.