પ્રેમિકાને જીવતી સળગાવ્યા બાદ દાઝેલા પૂજારીનું સારવારમાં મોત

News18 Gujarati
Updated: February 14, 2019, 11:08 PM IST
પ્રેમિકાને જીવતી સળગાવ્યા બાદ દાઝેલા પૂજારીનું સારવારમાં મોત
પુજારી

રાજકોટમાં પરિણીતાએ લગ્ન કરવા માટે ના પાડતા ઉસ્કેરાયેલા યુવકે તેને ધાર્મિક સ્થળ લઇ જઇને કેરોસિન છાંટીને જીવતી સળગાવી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાજકોટમાં પરિણીતાએ લગ્ન કરવા માટે ના પાડતા ઉસ્કેરાયેલા યુવકે તેને ધાર્મિક સ્થળ લઇ જઇને કેરોસિન છાંટીને જીવતી સળગાવી હતી. જોકે, બાદમાં તેણીને બચાવવા જતાં પોતે પણ દાઝી ગયો હતો. જેના પગલે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યો હતો. જોકે, આજે ગુરુવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજકોટના મોટા મૌવા પાસે લાક્ષ્મીના ઢોરાથી આગળના વિસ્તારમાં સરકારી જમીન ઉપર થોડા માસથી કાલ ભૈરવનું મંદિર બનાવી રહેતા બોની ઉર્ફે રોનક પરમાર નામના ભંગારના ધંધાર્થી શખસે પરિચિત પરિણીતાને પોતાના ધાર્મિક સ્થળે લઇ જઇ કેરોસિન છાંટી જીવતી જલાવી દીધી હતી. મહિલાને બચાવવા જતાં પોતે પણ દાઝ્યો હતો બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

ગંભીર હાલતમાં રહેલી મહિલાની ફરિયાદના આધારે બોની સામે યુનિવર્સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી બોનીને યુનિવર્સિટી ચોક પાસે ભંગારનો ડેલો છે જ્યાં પહેલા મહિલા કામ ઉપર જતી હતી. અને બંને વચ્ચે પરિચય હતો. છેલ્લા પંદેર દિવસથી મહિલાએ કામે જવાનું બંધ કરી દીધું હતું. આરોપીએ મહિલાને ફોન કર્યો હતો અને કાલાવાડ રોડ ઉપર રીક્ષા લઇને આવ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ યુવતીએ ઝેર પીધા બાદ પોલીસનો ફોન જતાં યુવકે પણ વખ ઘોળ્યું

અને મહિલાને તેની જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં મહિલાને લગ્ન માટે કહ્યું હતું મહિલાએ ના પાડતા કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. ત્યારબાદ મહિલાને ઠારવા જતા પોતે પણ દાઝ્યો હતો. જોકે, આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમીનું સારવાદર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાએ મુકેલા આરોપ મુજબ બોની સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
First published: February 14, 2019, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading