રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તો સાથે જ ગેરકાયદેસર હથિયાર રાખનાર તેમજ ગેર કાયદેસર હથિયાર ની સપ્લાય કરનાર ની પણ ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ દ્વારા ગેર કાયદેસર હથિયાર સાથે રાજેશ જેસીંગભાઇ આકોલિયાની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ રાજેશ જેસીંગભાઇ આકોલિયાને દેશી બનાવટનો તમંચો બનાવી આપનાર નવીનકુમાર રામબાબુ દાદોરિયા ની પણ ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે અમારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ ઝાલા અને તેની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન વિસ્તારના સીતારામ સોસાયટીના સીતારામ ચોક પાસે રાજેશ જેસીંગભાઇ આંકોલિયા નામનો વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર રાખી શહેરમાં ફરી રહ્યો છે. ત્યારે તેની અંગજડતી કરતા તેની પાસેથી ગીર કાયદેસર દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.જે બાદ તેની ધરપકડ કરી તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.
ત્યારે પોલીસની પૂછપરછમાં તેણે પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર પોતાના મિત્ર નવીનકુમાર રામબાબુ દાદોરીયા પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો ની મદદથી આરોપી નવીનકુમાર મળી આવ્યો હતો. ત્યારે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે છેલ્લા બે મહિનાથી રાજકોટ ખાતે મજૂરીકામ માટે આવેલ છે આથી તેને ગોંડલ રોડ પર શિવ હોટલ પાસે આવેલા હર્ષ મશીન ટુલ્સ નામના કારખાનામાં પડેલ મશીનની મદદથી ઓનલાઈન youtube પર વિડીયો જોઈને બનાવ્યો છે. તો સાથે જ આરોપી નવીનકુમાર ની જડતી કરતા તેની પાસેથી તેણે પોતે ડ્રોઈંગ કરેલા બંદૂકના સ્કેચ હથિયાર બનાવવાના કામમાં આવતી અલગ-અલગ સ્પ્રિંગ હથિયાર બનાવતા વેસ્ટ માં ગયેલ અને પ્રોપર ન બને અલગ-અલગ સ્પેરપાર્ટ તેમજ નવા હથિયાર બનાવવા માટે લોખંડનો રો મટીરીયલ મળી આવેલ છે.
આ પણ વાંચો - રાજકોટ : ઉપલેટામાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંત, પરિવારજનો સામે જ ખેલાયો ખૂની ખેલ
ત્યારે આવતીકાલે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ તેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે. ત્યારે રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. આરોપી નવીને ખરા અર્થમાં હથિયાર પોતાની જાતે બનાવ્યું છે કે કેમ? નવીને આ પહેલા કેટલા હથિયાર બનાવી ચુક્યો છે? રાજેશ આંકોલીયા આ પહેલાં ક્યારેય ગેરકાયદે હથિયાર ના ધંધા સાથે સંકળાયેલો હતો કે કેમ તે સહિતની બાબતો માટે બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.