Home /News /kutchh-saurastra /Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?
Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?
મૃતકનો ફાઈલ ફોટો
Rajkot viral video:મોબાઈલ ફોન (mobile phone) ચેક કરતા મોબાઈલ ફોનમાંથી કેટલાક ચોંકાવનારા વીડિયો (video) મૃતકે આત્મહત્યા (suicide) કરતા પહેલા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટઃ રાજકોટ જિલ્લાના (Rajkot news) જસદણ આટકોટ રોડ પર એક યુવકની લાશ (dead bodyfound) મળી આવી છે. પોલીસ દ્વારા લાશની ઓળખ પ્રક્રિયા અંતર્ગત મૃતકનું નામ અશોકભાઈ ઢોલરીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 17મી જાન્યુઆરીના રોજ ઘરના કોઈ પણ સભ્યોને કીધા વગર નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા મૃતક પાસેથી એક મોબાઇલ ફોન (mobile phone) મળી આવ્યો છે તેમજ સુસાઈડ નોટ (suicide note) પણ મળી આવી છે. મોબાઈલ ફોન (mobile phone) ચેક કરતા મોબાઈલ ફોનમાંથી કેટલાક ચોંકાવનારા વીડિયો (video) મૃતકે આત્મહત્યા (suicide) કરતા પહેલા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
મૃતક અશોકભાઈ ઢોલરિયાએ જુદાજુદા ત્રણ વીડિયો આત્મહત્યા કર્યા પૂર્વે બનાવ્યા છે. એક વીડિયો અશોકભાઈ ઢોલરિયાએ પોતાની દીકરી માટે બનાવ્યો છે. એક પોતાની પત્ની માટે બનાવ્યો છે. જ્યારે કે, એક વીડિયોમાં તેઓ પોતે આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે તે જણાવે છે.
વીડિયોમાં અશોકભાઈ ઢોલરીયા પોતાની દીકરીને જણાવે છે કે મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ જાતની ચીજ વસ્તુઓની માગણી પણ ન કરતી. મારી દીકરી તું મને ખૂબ યાદ આવે છે જે પ્રકારના શબ્દો અને લાગણી અશોકભાઈ ઢોલરીયા વીડિયોમાં દર્શાવતા નજરે પડી રહ્યા છે.
મૃતક અશોકભાઈ ઢોલરીયા ની સુસાઈડનોટમાં ભુવા નામના શખ્સે 20 લાખ પરત ન આપતા આપઘાત કર્યો હોવાનું ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. તેમજ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડ્યા હોવાનો પણ ઉલ્લેખ સુસાઈડ નોટ માં જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં લાખો રૂપિયા પરત ન આવતા આધેડે આત્મહત્યા કરી, મરતા પહેલાનો વીડિયો વાયરલ pic.twitter.com/0wYT6G1qty
ત્યારે સમગ્ર મામલે જસદણ પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. તો સાથે જ મૃતકે આત્મહત્યા કર્યા પહેલા જે વીડિયો બનાવ્યા છે તેમજ સુસાઇડ નોટ લખી છે તેમાં કેટલું તથ્ય છે તે બાબતે મૃતકના પરિવારજનો તેમજ જે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ છે.