Home /News /kutchh-saurastra /

રાજકોટઃ શહેરમાં પાર્કિંગ ફ્રી કરો, કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો પત્ર, મનપાને થતી આવક ચૂકવવા

રાજકોટઃ શહેરમાં પાર્કિંગ ફ્રી કરો, કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો પત્ર, મનપાને થતી આવક ચૂકવવા

રાજકોટમાં

રાજકોટમાં પાર્કિંગ સુવિધા

Rajkot News: શહેરીજનોને પાર્કિંગની સુવિધા (Parking facility) મફત આપવાનું જણાવ્યું હતું. આ માટે સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર(Letter) લખીને તેમણે મનપાને થતી વાર્ષિક આવક કરતા રૂ. 50 હજાર વધુ ચુકવવાની તૈયારી પણ દર્શાવી હતી.

  મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ : આજરોજ મનપા (RMC)કચેરી ખાતે સ્ટેન્ડિંગની બેઠક મળી હતી. જેમાં ભાજપના(Bhajap) જાગૃત કોર્પોરેટર(Corporter)અને યુવા સભ્ય નેહલ શુકલ દ્વારા સૌથી વધુ લોકોને સ્પર્શતો (Touches )પે એન્ડ પાર્કિંગનો (pay an parking)મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને શહેરીજનોને પાર્કિંગની સુવિધા મફત આપવાનું જણાવ્યું હતું. આ માટે સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર(Letter) લખીને તેમણે મનપાને થતી વાર્ષિક આવક કરતા રૂ. 50 હજાર વધુ ચુકવવાની તૈયારી પણ દર્શાવી હતી.

  જેમાં કોર્પોરેટર નેહલ શુકલએ જણાવ્યું હતું કે, મહાનગરમાં પે એન્ડ પાર્કના પોઇન્ટ સહિતની નીતિ કઇ રીતે ફાઇનલ થાય છે તે માટે પુન: વિચારવાની જરૂર છે. જાગનાથ ચોક અને તેનાથી માત્ર 50 મીટરના અંતરે સર્વેશ્વર ચોક.. આમ નજીકમાં જ બે પે એન્ડ પાર્ક કઇ રીતે હોય શકે? ચોકથી ડાબી બાજુ ઇમ્પીરીયલ પેલેસ હોટલ, જમણી બાજુ માલવિયા ચોક, ત્રિકોણ બાગ જેવા નજીકના રસ્તે પણ આવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. તો લોકોએ ફી વગર પાર્કિંગ કયાં કરવું?

  લોકોના રોષનો ભોગ અંતે શાસકોએ જ બનવું પડે છે. આથી પે એન્ડ પાર્કની વ્યવસ્થા લોકો માટે વિનામૂલ્યે કરી દેવી જોઇએ. તેનાથી કોર્પો.ને કોઇ મોટું આર્થિક નુકસાન નથી અને સામે શહેરીજનો મોટી વ્યથામાંથી મુકત થઇ જશે.

  આ ચર્ચા વચ્ચે નેહલ શુકલએ તેની આ માંગણી અને સૂચન પરત્વે ગંભીર હોવાનું સાબિત કરીને તાબડતોબ લેખિતમાં પત્ર પણ આપી દીધો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મનપાને વર્ષે દસેક લાખની કોન્ટ્રાકટની આવક થાય છે તેના પર રૂા.50 હજાર આપીને પોતે શહેરીજનો માટે નિ:શુલ્ક પાર્કિંગ વ્યવસ્થા કરી આપવા તૈયાર છે. હાલ સામાન્ય આવકમાં કોન્ટ્રાકટરને બદલે મનપાએ રોષનો સામનો કરવો પડે છે. જેને બદલે પાર્કિંગ વ્યવસ્થા ફ્રી કરી દેવી જોઇએ. જેથી લોકોને રોજમરોજ ની માથાકુટમાંથી પણ છુટકારો મળી શકશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

  ઉલ્લેખનીય છે કે, ભાજપના સભ્ય નેહલ શુક્લએ નવા 9 પે એન્ડ પાર્ક પોઇન્ટનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત વચ્ચે આ વાત છેડી હતી. જોકે ભાજપનાં શાસકોએ દરખાસ્ત મંજૂર કરીને આ પત્ર પર હાલ કોઇ નિર્ણય લેવાનું ટાળી દીધું હતું. સ્થાયી સમિતિની મીટીંગમાં આજે જાહેર જગ્યા પર પે એન્ડ પાર્કિંગની જગ્યાના કોન્ટ્રાકટ આપવા માટે કરાયેલા રી-ટેન્ડરની દરખાસ્ત મંજૂર કરવાનો નિર્ણય લેવાનો હતો. જોકે લાંબા સમય બાદ નેહલ શુકલએ શહેરીજનને સ્પર્શતો પાર્કિંગનો પ્રશ્ન ઉઠાવતા અને તેમાં પણ માથાકૂટવાળી પે એન્ડ પાર્ક વ્યવસ્થા ફ્રી કરી દેવાની વાત ઉઠાવતા શહેરના જાગૃત નાગરિકો તરફથી પણ મોટું સમર્થન મળે તેવું લાગી રહ્યું છે.

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

  કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ પણ નેહલ શુક્લની આ વાતને સમર્થન આપ્યું હતું. અને પે એન્ડ પાર્કિંગ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયા હોય આ પ્રથા બંધ કરવી જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ નેહલ શુક્લને તેમની આ વાત પર અડગ રહેવાની અપીલ પણ તેમણે કરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati news, Rajkot News, RMC, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन