કોરોના સામે લડત : રાજકોટની સોની બજાર સહિતની પૌરાણિક બજારો ત્રણ દિવસ બંધ રહેશે


Updated: March 21, 2020, 4:11 PM IST
કોરોના સામે લડત : રાજકોટની સોની બજાર સહિતની પૌરાણિક બજારો ત્રણ દિવસ બંધ રહેશે
મુખ્ય બજારો ત્રણ દિવસ બંધ રહેશે.

રાજકોટ શહેરની ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા સહિતની બજારો બંધ રહેશે.

  • Share this:
રાજકોટ : કોરોના  (Fight Against Coronavirus)સામે લડત આપવા માટે રાજકોટ (Rajkot)ની મુખ્ય બજારો ત્રણ દિવસ બંધ રહેશે. જેમાં ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા, જેવી બજારો બંધ રહેશે. રાજકોટની આ મુખ્ય બજારો શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસ સંપૂર્ણ 100 ટકા બંધ રાખવા (Main Markets of Rajkot to Remain Shut) રાજકોટના મુખ્ય એસોસિએશન મોડી રાત્રે નિર્ણય કર્યો છે.

સાથે જ રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનાના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે રાજકોટની ઝવેરી બજાર સોમવાર સુધી સ્વંયભૂ બંધ પાળશે, અને જરૂર જણાયે મંગળવારે સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજકોટ ગોલ્ડ ડિલર્સના તમામ સભ્યો શનિવારથી ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધમાં જોડાશે. એસોસિએશનના પેલેસ રોડ, મવડી રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારના સભ્ય જવેલર્સ બંધમાં જોડાશે. 

કોરોમાં સામે લડત માટે આજે રાજકોટની મુખ્ય બજારો બંધ જોવા મળી હતી. ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહજી માર્કેટ, ધી-કાંટા રોડ, લાખાજીરાજ રોડ અને કોઠારીયા નાકા સહિતની પૌરાણિક બજારો આજે બંધ રહી છે. આ બજારોમાં સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે આવે છે. કોરોના વાયરસ સામે લડતને લઈને પૌરાણિક બજારોના વેપારીઓએ સ્વયંભૂ ત્રણ દિવસ સુધી બજારો બંધ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જે રીતે રાજકોટમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારે મનપા અને જીલ્લા કલેકટર તંત્ર પૂરતા તકેદારીના પગલા ભરી રહ્યું છે. કોરોના વાયરસ ચેપી રોગ છે. જેથી મુખ્ય બજારોમાં લોકોની વધુ પડતીઓ અવરજવર હોવાને કારણે ખુદ બજારોના વેપારીઓ દ્વારા સ્વયં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે રાજકોટમાં મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે જે આવનારા ત્રણ દિવસ બંધ રહેશે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर