Home /News /kutchh-saurastra /

રાજકોટ : જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે મુકાયેલા મહેશ આસોદરીયાનું નામ ખૂલ્યું બુકી તરીકે?

રાજકોટ : જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે મુકાયેલા મહેશ આસોદરીયાનું નામ ખૂલ્યું બુકી તરીકે?

આરોપીઓની તસવીર

Rajkot Crime News: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાણી આઘાટ વિસ્તારમાં મેચ પર સટ્ટો રમાડી રહેલા બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે પ્રતીક ટોપિયા તેમજ હાર્દિક તારપરાની જુગાર ધારાની (Gamblaing) કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
રાજકોટઃ હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની (Indian Premier League 2022) ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેરની (Rajkot city) સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Crime branch) દ્વારા ક્રિકેટ પર મોબાઈલ આઇડીના (Mobile Id) માધ્યમથી સટ્ટા રમનારા ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાણી આઘાટ વિસ્તારમાં મેચ પર સટ્ટો રમાડી રહેલા બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે પ્રતીક ટોપિયા તેમજ હાર્દિક તારપરાની જુગાર ધારાની (Gamblaing) કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં રાજકોટ અને મુંબઈના બુકીઓના નામ પણ ખૂલ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં રાજકોટના મહેશ આસોદરીયા તેમજ અજય મીઠીયાનું નામ ખુલ્યું છે. જ્યારે કે મુંબઈના બુકી તરીકે હિમાંશુ પટેલ નું પણ નામ ખુલવા પામ્યું છે.

ગુનો ડિટેક્ટ કર્યાના 16 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇએ મૂકી પ્રેસનોટ!
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેચ પર online સટ્ટો રમાડી રહેલા બંને વ્યક્તિઓ ને રાત્રિના 9:30 વાગ્યા આસપાસ ઝડપી લેવામાં આવ્યા હતા. તેમ છતાં સમગ્ર બાબતની પ્રેસનોટ ઓફિસિયલ પોલીસ ગ્રુપમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જય ધોળા દ્વારા ગુનો ડિટેક્ટ કર્યાના 16 કલાક બાદ મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ ક્રાઈમ


જે પૈકી ત્રણ આરોપીઓના પુરા નામ, રહેઠાણ તેમજ મોબાઇલ નંબર લખવામાં આવ્યા છે. જ્યારે કે મહેશ આસોદરીયાનું પૂરું નામ પણ ડિટેકશનના 16 કલાક બાદ પણ પોલીસ જાણી ન શકી હોવાનું સામે આવ્યું છે. ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં મહેશ આસોદરીયા ની બાજુમાં માત્ર રેહઠાણ રાજકોટ એટલું જ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે મહેશ આસોદરીયા કોણ તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

રાજકોટ ક્રાઈમ


મહેશ અસોદરીયાના નામનો ચાલી રહ્યો છે વિવાદ!
સમગ્ર મામલે જે પ્રમાણે વાતો ચર્ચાઈ રહી છે તે મુજબ મહેશ આસોદરીયા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમનું નામ વિવાદમાં પણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા દ્વારા રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાને રા.લો સંઘમાં મુકવામાં આવ્યા છે. જે બાબતે રા.લો સંઘમાં વિરૂદ્ધ ની જ્વાળા ઊભી થયેલી પણ જોવા મળી હતી. જો કે પાર્ટી હાઈ કમાન્ડ ના આદેશ અનુસાર છેલ્લે મળેલી રાલો સંઘની બેઠકમાં મહેશ આસોદરીયા ના નામને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

રાજકોટ ક્રાઈમ


શું કહ્યું રાલો સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ
સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાલો સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા એ જણાવ્યું હતું કે, અમે અગાઉ આ બાબતે સરકારમાં પણ રજૂઆત કરી ચૂક્યા છીએ. જયેશભાઇ રાદડીયા દ્વારા બેંકના પ્રતિનિધિ તરીકે સંઘમાં જે વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે તે વ્યક્તિ જે તે સમયે કોંગ્રેસમાં સક્રિય હતી. સહકારી સંઘમાં કોઈપણ વ્યક્તિ ની નિયુક્તિ કરાવતા પૂર્વે તે વ્યક્તિનું બેગ્રાઉન્ડ તેમજ તે વ્યક્તિની પ્રવર્તમાન એક્ટિવિટી જાણી લેવી જોઈએ.

ક્યો મહેશ આસોદરિયા ઝડપાઇ છે તે જોવું રહ્યું? 
ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં જિલ્લા બેંક ના પ્રતિનિધિ તરીકે રાજકોટ લોધીકા સંઘમાં મુકાયેલા મહેશ આસોદરીયા ની ધરપકડ કરવામાં આવે છે કે પછી તેની જગ્યાએ અન્ય કોઈ મહેશ આસોદરીયાની ધરપકડ કરવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ભૂતકાળમાં તત્કાલીન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએ મુક્યું હતું 51 વ્યક્તિઓનું લીસ્ટ
હાલ તો રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ તરીકે પાર્થરાજસિંહ ગોહિલ ની નિમણૂક કરવામાં આવી છે. તે જોતા હાલ રાજકોટ શહેરના સ્થાનિક પોલીસમાં તેમજ ક્રાઈમ બ્રાંચમાં હાલ ફફડાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રાજકોટની મહત્વની બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીએ 51 વ્યક્તિઓના નામ જોગ નું લીસ્ટ ઓફિશિયલ પોલીસ ગ્રુપ માં મુક્યું હતું. જેમાં જે તે વ્યક્તિની પાછળ એમસીએક્સ સહિતના વ્યવસાયની વાત પણ લખવામાં આવી હતી. જે 51 વ્યક્તિઓ નું લિસ્ટ નામ જોગ તત્કાલીન ક્રાઇમ બ્રાંચના પીઆઇ દ્વારા મૂકવામાં આવ્યું હતું તેમાં મહેશ આસોદરીયા નું નામ 31માં ક્રમે હોવાનું સામે આવ્યું છે. આમ, વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજરે ચાલતા મોબાઈલ આઈડીના સટ્ટા ના ધંધાર્થીઓ પર હવે ડીસીપી ક્રાઈમ ની સૂચનાથી ઘોંસ બોલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ ક્રાઈમ


ત્યારે ખરા અર્થમાં આગામી સમયમાં મોટા બુકીઓ ઝડપાઈ જાય છે કે કેમ કે પછી તેમને રાજકીય પક્ષ સાથે જોડાયેલા રાજકીય આગેવાનોનો છાયડો મળશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

શું સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિયુક્તિ પામેલા નિર્લિપ્ત રાય કરશે રેડ? 
તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટની 51 નામજોગ વ્યક્તિ નું લિસ્ટ ઓફિશિયલ પોલીસ ગ્રુપમાં મુકવામાં આવ્યું હતું. સૌ કોઈ જાણે છે કે તમામ વ્યક્તિઓ કોઈને કોઈ ગુનાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેમ છતાં આજ દિવસ સુધી રાજકોટ શહેરની મહત્વની બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ તમામ લોકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હતી. ત્યારે તાજેતરમાં અમરેલી એસપી તરીકે પોતાની ફરજ પૂર્ણ કરી સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિયુક્તિ પામેલા નિર્લિપ્ત રાય 51 નામજોગ વ્યક્તિઓ ના લિસ્ટ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરશે કે કેમ? જે વ્યક્તિઓના લિસ્ટમાં નામ છે તે વ્યક્તિઓ હાલની તારીખે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં કાર્યવાહી કરશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Rajkot News

આગામી સમાચાર