મોહનથી મહાત્મા બનેલા ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા માત્ર 39.6% સાથે પાસ કરી હતી

News18 Gujarati
Updated: October 2, 2019, 10:33 AM IST
મોહનથી મહાત્મા બનેલા ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા માત્ર 39.6% સાથે પાસ કરી હતી
આલ્ફ્રેડ હાઇસ્કૂલ (ફાઇલ તસવીર)

ગાંધીજીએ પોતાનું મેટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં લીધું હતું. અહીંથી જ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે ભાવનગર ગયા હતા.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : આજે દેશ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગાંધીજીના જીવનના એવા ઘણા પ્રસંગો છે કે જેમાંથી જુદી જુદી વયના લોકોને જુદી જુદી શીખ મળી શકે તેમ છે. હાલ નાની વયની ઉંમરના એટલે કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ નબળું આવતા અત્યાહત્યા સુધા કરી લેતા હોય છે. આ સમયે ગાંધીજીના જીવનનો વિદ્યાર્થીકાળ દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવો અને તેમાંથી શીખ મેળવી અનુસરવા જેવો છે.

બધા જાણે છે કે ગાંધીજીએ પોતાનું મેટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં લીધું હતું. અહીંથી જ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે ભાવનગર ગયા હતા. આજકાલ દેશભરમાં પરીક્ષાના ઊંચા પરિણામને લઈને દોડધામ મચી છે, માતાપિતા પણ પોતાના બાળકોનું ઝળહળતું પરિણામ આવે તેવી ઈચ્છા ધરાવતા હોય છે. બીજી તરફ અભ્યાસમાં સારો દેખાવ ન કરનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને લાગી આવતા પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે દરેક વિદ્યાર્થીએ એક વાત જાણવી જોઈએ કે મહાત્મા ગાંધીએ રાજકોટથી પોતાની મેટ્રિકની પરીક્ષા 39.6% સાથે જ પાસ કરી હતી.રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસાર્થે મહાત્મા ગાંધી ભાવનગર ગયા હતા. જ્યાં તેમને શામળદાસ કોલેજમાં એડમિશન લીધું હતું. 2 જાન્યુઆરીના રોજ ગાંધીજીએ શામળદાસ
કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ગાંધીજીએ શામળદાસ કોલેજમાં ત્રણ સાપ્તાહિક સહિત શિષ્યવૃતિની પરીક્ષા પણ આપી હતી. 4 ફેબ્રુઆરી 1888ના રોજ લેવાયેલ સાપ્તાહિક પરીક્ષામાં મહાત્મા ગાંધીને અંગ્રેજીમાં 100
માંથી ફક્ત 16 ગુણ પ્રાપ્ત થયા હતા.ગાંધીજીની તર્કશાસ્ત્રમાં 100માંથી કેવળ 28 ગુણ જ પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ 11 ફેબ્રુઆરી ના રોજ લેવાયેલી પરીક્ષામાં સંસ્કૃત ભાષામાં તેમને માત્ર 3 ગુણ જ મળ્યા હતા. મહાત્મા ગાંધીજીએ 9 એપ્રિલના રોજ તેમની કોલેજમાં શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી. જેમાં અંગ્રેજીમાં 100 માંથી 34, ઇતિહાસમાં 18, સંસ્કૃતમાં 22, ભૂમિતિમાં 50 માંથી 13 ગુણ હાસલ કર્યા હતા. જ્યારે બીજ ગણિત, તર્કશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા જ ન્હોતી આપી.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर