રાજકોટ: કર્મચારીની આંખમાં મરચાનો પાવડર છાંટી ચલાવી લાખોની લૂંટ

News18 Gujarati
Updated: May 15, 2018, 4:48 PM IST
રાજકોટ: કર્મચારીની આંખમાં મરચાનો પાવડર છાંટી ચલાવી લાખોની લૂંટ

  • Share this:
રાજકોટ: ક્રાઈમ નગરી રાજકોટમાં લૂંટ અને ચોરીના બનાવોમાં સતત વધરો થઈ રહ્યો છે. ત્યારે આજે એક કર્મચારીની આંખમાં મરચાનો પાવડર છાંટીને લાખોની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત અનુસાર,  રાજકોટના ગોંડલ રોડ પર આવેલા કારના શોરૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ શખ્સોએ કર્મચારી પાસેથી  5.70 લાખની લૂંટ ચલાવી હતી. જેને લઈને ચકચાર મચી ગઈ હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

આ કર્મચારી બેંકમાં રૂપિયા જમા કરાવવા જતો હતો. ત્યારે 2 શખ્સોએ તેની આંખમાં મરચું છાંટીને લૂંટ ચલાવી હતી અને બાદમાં બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
First published: May 15, 2018, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading