ન્યૂઝ18 ગુજરાતીઃ જેની દેશની જનતા આતુરતાથી રાહ જોઇ રહ્યી હતી એ દિવસ આવી ગયો છે. લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આખા દેશની નજર આ પરિણામ ઉપર ટકેલી છે. જેના ભાગ રૂપે કચ્છ અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર મતગણતરી શરૂ થઇ ગઇ છે. લોકસભાની તમામ બેઠકો પૈકી રાજકોટ બેઠકનું પરિણામ જાહેર થયું છે.
રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની જીત થઇ છે. મોહલન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. મોહન કુંડાળિયાના વિજયની સાથે જે દેશમાં ભાજપના વિજયનો ખાતું ખુલ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 20-20 વર્ષથી ભાજપની પરંપરાગત બેઠક રહેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે બંને પક્ષોએ કડવા પાટીદાર સમાજના ઉમેદવારોને ઉભા રાખ્યા હતો. વાસ્તવિકતા એ છે કે આ બેઠક ઉપર સૌથી વધુ મતદારો લેઉવા પાટીદાર જ્ઞાતિના છે. પાટીદારોના પ્રભુત્વ છતાં 2009માં પાટીદાર મતદારોની આંતરિક હુંસાતુંસીએ ભાજપના કિરણ પટેલને કોંગ્રેસના કુંવરજી બાવળીયા સામે હરાવેલા!
ભાજપે જે ઉમેદવાર ઉભા કર્યા છે તે મોહન કુંડારીયા રાજકોટ બેઠકના સીટિંગ સાંસદ છે, જયારે કોંગ્રેસના લલિત કગથરા ટંકારા બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જોકે, બંને સ્થાનિક મતદારોએ મોહન કુંડારિયા ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર ભાજપના મોહન કુંડારીયા અને કોંગ્રેસના લલિત કગથરા વિરુદ્ધ જંગ ખેલાયો હતો. આ બંને બંને કડવા પાટીદારો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર