રાજકોટ : બીડી-તમાકુના બંધાણીનો માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ

રાજકોટ : બીડી-તમાકુના બંધાણીનો માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

પરિવારે જણાવ્યું કે બીડી-તમાકુ ન મળતા તકલીફ વધી ગઈ હોવાથી પગલું ભર્યુ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનો ખુલાસો

  • Share this:
રાજકોટ : મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજાએ કબૂલાત કરી હતી. યુવાન હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.

આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજા રાજુભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સુરેશભાઈ એટલે કે, કાકાને માનસિક તકલીફ છે, તેની દવા પણ ચાલે છે અને એ સિવાય તેઓને આવા સમયમાં તમાકુને બીડી ન મળતા તકલીફ વધી ગઈ હોય એવું લાગ્યું હતું. હાલ પોલીસ ચોપડે તમાકુ અને બીડીથી આવું કર્યું તેવી નોંધ કરી નથી પરંતુ પરિવારના લોકો આવું કારણ પણ જણાવે છે, અને સાથે માનસિક તકલીફ હોવાનું પણ જણાવી રહ્યા છે.આ પણ વાંચો :   ખુશખબર! સંશોધનમાં ત્રણ દવાના મિશ્રણે કોરોનાના ભુક્કા બોલાવ્યા, Covidના દર્દીઓ જલ્દી સાજા થયા

હાલના સમયમાં વ્યાસનીઓ માટે ખુબ તકલીફભર્યા દિવસો છે જેને કારણે તમાકુ, બીડી, સિગરેટ સહિતના વ્યાસન ન હી મળતા લોકોની માનસિક સ્થિતિ પણ બગડી રહી છે, અનેક મનોચિકિત્સક તેમજ અન્ય સર્વેમાં વ્યસનીઓ ને લઇ અનેક સર્વે આવ્યા હતા અને વ્યસનની વસ્તુઓ એટલેકે પણ, બીડી, સિગરેટ, તમાકુ સહિતના વ્યસનની વસ્તુઓને લોકડાઉન દરમ્યાન વેચાણ કરવાની છૂટ માટે પણ જણાવવામાં આવ્યું હતું.

જોકે હાલના સમયમાં પાનના ગલ્લા બંધ હોવાથી લોકો તેનાવ્યસનની વસ્તુઓ પણ નથી લઇ રહ્યા જ્યાં આવી વસ્તુઓ મળે છે તેની કાળાબજારીઓ પણ થઇ રહી છે અને આવી વસ્તુઓ એક, બે નહિ પણ દસ થી વીસ ગણી મોંઘી વેચાણ થઇ રહી છે.
Published by:News18 Gujarati
First published:May 10, 2020, 16:47 pm