લોકડાઉન: વતનમાં દોહિત્રીના જન્મથી ઘરમાં ખુશીનો માહોલ, અમદાવાદમાં PSI છે ફરજમાં ખડેપગે


Updated: May 7, 2020, 9:35 PM IST
લોકડાઉન: વતનમાં દોહિત્રીના જન્મથી ઘરમાં ખુશીનો માહોલ, અમદાવાદમાં PSI છે ફરજમાં ખડેપગે
દોહિત્રી અને PSIની તસવીર

ગોંડલના વતની પી.એસ આઈ જી.પી.જાડેજા કે જે હાલ ગુજરાતના સૌથી વધુ સંક્રમિત વિસ્તાર અમદાવાદમાં છેલ્લા 42 દિવસથી ફરજ બજાવી રહ્યા છે.

  • Share this:
ગોંડલ : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને (coronavirus) કાબુમાં રાખવા સરકાર અને તંત્ર લડી રહ્યું છે. આ મહામારીથી બચવા લોકડાઉન (lockdown) પણ લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉનને સફળ બનાવવા પોલીસ (police) તંત્ર દિન રાત પરિવારની પરવા કર્યા વગર લોકો ચુસ્ત પાલન કરે અને અમલ કરતા થાય તે માટે સરાહનીય ફરજ બજાવી રહ્યું છે. અમદાવાદ ખાતે ફરજ બજાવતા ગોંડલ પંથકના એક પીએસઆઇએ પોતાની ફરજને મહત્વ આપી પરિવારની સુખદ ઘટનાને માત્ર વીડિયો કોન્ફરન્સથી વધાવી રાજીપો વ્યક્ત કર્યો છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કાબુમાં રાખવા સરકાર અને તંત્ર લડી રહ્યા છે. આ મહામારીથી બચવા લોકડાઉન પણ લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉનને સફળ બનાવવા પોલીસ તંત્ર દિન રાત પરિવારની પરવા કર્યા વગર લોકો ચુસ્ત પાલન કરે અને અમલ કરતા થાય તે માટે સરાહનીય ફરજ બજાવી રહ્યું છે.

ગોંડલના વતની પી.એસ આઈ જી.પી.જાડેજા કે જે હાલ ગુજરાતના સૌથી વધુ સંક્રમિત વિસ્તાર અમદાવાદમાં છેલ્લા 42 દિવસથી ફરજ બજાવી રહ્યા છે. મૂળ ગોંડલ તાલુકાના પડવલા(ચરખડી)ના વાતની અને હાલ ગોંડલ ભવનાથ નગરમાં રહેતા પી.એસ આઈ જી.પી.જાડેજાની પુત્રી કોમલબા પ્રથમ પ્રસુતિ માટે ગોંડલ આવેલ અને 1 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો. લક્ષ્મીજીના અવતરણને જાડેજા પરિવારે વધાવ્યો હતો.

ત્યારે પી.એસ આઈ જી.પી.જાડેજા ફરજ પર અમદાવાદ હોઈ તેમને વિડિઓ કોલિંગથી જ પુત્રીનું અને દોહિત્રીનું મોઢું જોઈ આશીર્વાદ આપીને ફરજને પ્રાધાન્ય આપવાનો દાખલો બેસાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસ, ડોક્ટર અને સફાઇ કર્મીઓ ની ભૂમિકા અને તેમની કામગીરી ખૂબ વધી જાય છે. આવા સમયે લોકોડાઉનનું કડકાઇથી પાલન કરાવવું જે પોલીસની જવાબદારી બની ચૂકી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ ઘરબાર કે દિવસ-રાત જોયા વગર જ પોતાની જવાબદારી નિભાવી રહી છે. પોલીસ હાલ કોરોના ને ફેલાતો અટકાવવા લોકડાઉન નું ચુસ્ત પાલન કરાવી રહ્યા છે.
First published: May 7, 2020, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading