Lockdown Effect: રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી, ગ્રાન્ટેડ શાળાઓ તરફ વળ્યા વાલીઓ


Updated: July 19, 2020, 3:34 PM IST
Lockdown Effect: રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી, ગ્રાન્ટેડ શાળાઓ તરફ વળ્યા વાલીઓ
પ્રતિકાત્મક તસવીર

જે પ્રકારે ખાનગી શાળાઓની ફી સહિતની મનમાનીને લઈને વાલીઓમાં રોષ જોવા મળતા આખરે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળા તરફ વળ્યા.

  • Share this:
રાજકોટઃ એક તરફ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની (Coronavirus) મહામારી જોવા મળી રહી છે તો બીજી તરફ કોરોના સંક્રમણ વચ્ચે ખુશીની વાત સામે આવી.  રાજકોટ જિલ્લાની (Rajkot District) અનેક ખાનગી શાળાઓમાંથી (Private schools) વિદ્યાર્થીઓએ (Students) સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં (Government and Granted Schools) પ્રવેશ મેળવ્યા હતા. જે પ્રકારે ખાનગી શાળાઓની ફી સહિતની મનમાનીને લઈને વાલીઓમાં રોષ જોવા મળતા આખરે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળા તરફ વળ્યા.

કઈ શાળા અને કયા તાલુકામાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ઉપલેટા તાલુકામાં ધોરણ નવ ની અંદર 300 વિદ્યાર્થી, ધોરણ 10ની અંદર 42 વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર 30 વિદ્યાર્થીઓ, ધોરણ 12ની અંદર 12 વિદ્યાર્થીઓ કુલ મળીને 384 વિદ્યાર્થીઓ.

ધોરાજી તાલુકામાં ધોરણ નવની અંદર 512 વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અંદર 325 વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર 104 વિદ્યાર્થીઓ, ધોરણ 12ની અંદર 85 વિદ્યાર્થીઓ મળી કુલ 1026 વિદ્યાર્થીઓ.

જેતપુર તાલુકામાં ધોરણ નવની અંદર 1129 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર તે વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 122 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર ચાર વિદ્યાર્થીઓ મળી કુલ 1278 વિદ્યાર્થીઓ

ગોંડલ તાલુકામાં ધોરણ નવની અંદર 899 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર તે વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 144 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 9 વિદ્યાર્થીઓ મળી કુલ 1075 વિદ્યાર્થીઓ.વિછીયા તાલુકાની ધોરણ નવની અંદર 466 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 80 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 121 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 34 વિદ્યાર્થીઓ મળી કુલ 701 વિદ્યાર્થીઓ.

આ તરફ રાજકોટની વાત કરીએ તો મહર્ષિ વિશિષ્ટ શાળા વિકાસ સંકુલમાં ધોરણ નવની અંદર 225 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 25 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 178 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 12 વિદ્યાર્થીઓ મળી કુલ 435 વિદ્યાર્થીઓ.

વિશ્વામિત્રી શાળા વિકાસ સંકુલની ધોરણ નવ ની અંદર 848 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 512 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 477 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 299 વિદ્યાર્થીઓ મળી કુલ 2136 વિદ્યાર્થીઓ.

સંદીપની શાળા વિકાસ સંકુલની જો વાત કરીએ તો ધોરણ નવની અંદર 1278 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 35 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર કલ્પના 310 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર 10 વિદ્યાર્થીઓ મળી કુલ 1633 વિદ્યાર્થીઓ.

જન્દગીન શાળા વિકાસ સંકુલ મા ધોરણ નવની અંદર 544 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 27 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 105 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર છ વિદ્યાર્થીઓ મળી કુલ 682 વિદ્યાર્થીઓ.

આ પણ વાંચોઃ-શું મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ? રિસર્ચમાં થયો આવો ખુલાસો

રાજકોટ શહેર અને તાલુકામાં ધોરણ નવની અંદર 666 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 24 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 78 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર ત્રણ વિદ્યાર્થીઓ મળી કુલ 771 વિદ્યાર્થીઓ.

આ પણ વાંચોઃ-બદલાઈ ગયું ઈન્કમ ટેક્સનું આ ફોર્મ, હવે સરકારને સરળતાથી મળશે તમારા ટ્રાન્જેક્શનની જાણકારી

આમ રાજકોટ જીલ્લાની અંદર ધોરણ નવની અંદર 6867 વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર 1111 વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર 1669 વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 474 વિદ્યાર્થીઓ મળી કુલ 10121 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો મેળવ્યો હતો. આ ઉપરાંત હજુ પણજો ખાનગી શાળાની સામે આવશે તો હજી વાલીઓમાં વધુ પડતો રોશ જોવા મળશે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળા તરફ વળતાં નજરે પડે તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ-જોરદાર ઈનોવેશન! અમદાવાદઃ હવે તમારા કાંડામાં લાગેલા બેન્ડથી થશે હેન્ડ સેનિટાઈઝ

રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ની ખાનગી શાળા છોડી 44 સરકારી અને ૨૫૪ ગ્રાન્ડ એમ કુલ 298 શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નવા વર્ષે એડમિશન લીધું છે.

આ સાથે જ DEOએ વધુમાં જણાવ્યું હતું કે વિનામૂલ્યે શિક્ષણ પાઠ્યપુસ્તક ગણવેશ સહાય શિષ્યવૃત્તિનો લાભ ફ્રી આરોગ્ય તપાસણી સરસ્વતી સાધન સહાય અંતર્ગત ધોરણ નવની દીકરીઓને સાયકલ સહાય અને કોમ્પ્યુટર શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળા તરફ વળતા જોવા મળી રહ્યા છે.
Published by: ankit patel
First published: July 19, 2020, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading