lockdown 4.0: રાજકોટમાં મંગળવારથી પાસનું ચેકિંગ નહીં થાય, આવી પદ્ધતિથી ખોલી શકાશે દુકાનો


Updated: May 18, 2020, 11:32 PM IST
lockdown 4.0: રાજકોટમાં મંગળવારથી પાસનું ચેકિંગ નહીં થાય, આવી પદ્ધતિથી ખોલી શકાશે દુકાનો
ફાઈલ તસવીર

4 વાગ્યા પછી 24 કલાકના મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર સિવાય એક પણ દુકાન ખુલી નહીં રાખી શકાય, સાંજે 7 થી સવારે 7 સુધી કરફ્યુ જેમ કડક ચેકીંગ રહેશે.

  • Share this:
રાજકોટઃ લોકડાઉન 4 (lockdown) હવે નવા રંગરૂપ સાથે તૈયાર થઈ ચૂક્યું છે. આજે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ઝોન મુજબ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી રંગીલું રાજકોટ (Rajkot) ફરીથી પોતાના રંગમાં જોવા મળશે. અન્ય મહાનગરોની સાપેક્ષમાં રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ ઓછા છે અને સમગ્ર શહેરમાં ફક્ત એક જ કન્ટેઇનમેન્ટ ઝોન છે. એટલેકે શહેરમાં જંગલેશ્વર સિવાય તમામ વિસ્તારો ખુલા રહેશે.

આવતીકાલ થી રાજકોટ પોલીસ દ્વારા પાસ નું ચેકીંગ પણ કરવામાં નહિ આવે. રાજકોટ પોલીસ દ્વારા અન્ય નિયમો નું ધ્યાન રાખવામાં આવશે એટલેકે રિક્ષામાં દ્રાઈવર ઉપરાંત બે પેસેન્જર, કાર માં ઓન દ્રાઈવર ઉપરાંત બે પેસેન્જર અને બાઇક પર ફક્ત એક જ વ્યક્તિ મુસાફરી કરી શકશે.

આ પણ વાંચોઃ-સુરત: કોગ્રેસના કોર્પોરેટરોની માનવતા, ઘરબાર વગર રખડી રહેલા યુપીના પરિવારને વતન મોકલ્યો

શાકભાજી અને ફ્રૂટ સિવાય કોઈ પણ લારી ને છૂટ આપવામાં નથી આવી. તો મનપા દ્વારા પણ ઓડ ઇવન પદ્ધતિ મુજબ કાલથી દુકાન ખોલવાને મંજૂરી આપવામાં આવી છે. જે દુકાનનો પ્રોપર્ટી નમ્બર ઉપર થી એકી અને બેકી મુજબ હશે તે તારીખ મુજબ એકી બેકી મુજબ ખોલવામાં આવશે.

આ પણ વાંચોઃ-અનોખી ઘટના : વીરપુરના ખેડૂતોએ કાળા તલ વાવ્યા અને ઉતર્યો સફેદ અને કાળા તલનો મિક્સ પાક!

આ ઉપરાંત તમામ વેપારીઓએ પોતાની દુકાનમાં પાંચથી વધુ ગ્રાહક ને ઉભા દેવાશે નહીં. કાલે મંગળવારથી સવારે 8થી 4 વાગ્યા સુધી જ તમામ દુકાનો ખુલી રાખવા દેવામાં આવશે. 24 કલાક મંજૂરી વાળા મેડિકલ સ્ટોર જ ખુલા રહી શકશે તો સાથે જ સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી પોકિસ કડક રીતે ચેકીંગ હાથ ધરશે.
First published: May 18, 2020, 11:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading