સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોરોના સંક્રમિત દર્દીઓ પણ કરી શકશે મતદાન, ગોઠવાઈ ખાસ વ્યવસ્થા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોરોના સંક્રમિત દર્દીઓ પણ કરી શકશે મતદાન, ગોઠવાઈ ખાસ વ્યવસ્થા
ફાઈલ તસવીર

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં 7મી માર્ચથી કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દી પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા મહત્વની guideline જાહેર કરવામાં આવી છે. 

  • Share this:
રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls) અંગેનું મતદાન થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકોટ (rajkot) સહિત રાજ્યની 6 મહાનગર પાલિકા માટે 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા (vatting) યોજાશે. તો બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં 17મી માર્ચથી કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દી (corona positive patient) પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા મહત્વની guideline જાહેર કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં આગામી 21મી ફેબ્રુઆરી રવિવારના રોજ 991 બુથ ઉપર મહાનગર પાલિકાની 18 વોર્ડની 72 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે. તે સંદર્ભેની તમામ તૈયારીઓ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને તેમની ટીમ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે.ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ચૂંટણીપંચ દ્વારા મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ કોરોના પોઝિટિવ મતદાતા એ મતદાનના આગલા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરી શનિવારના રોજ જે તે વોર્ડના રિટર્નિંગ ઓફિસર પાસે પોતાનું નામ ફરજિયાત રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ સમયે સરકાર તેમજ અન્ય એમબીબીએસ ડોક્ટરનું સર્ટીફીકેટ પણ આપવાનું રહેશે. જેમાં લખેલું હોવું જરૂરી છે કે આ કોરોના પોઝિટિવ મતદારની શારીરિક સ્થિતિ બૂથ ઉપર મતદાન કરી શકે તે પ્રકારની છે. પોઝિટિવ દર્દી એ મતદાન કરવા આવતા સમયે પીપી કીટ પહેરવી ફરજીયાત છે. જેકીટ તેને તાલીમ આરોગ્ય અધિકારી પાસે થી લેવાની રહેશે અને આવા મતદાર માટે ચૂંટણીપંચ દ્વારા 21મી તારીખ ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાનો ટાઈમ ફિક્સ કર્યો છે.

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલ કે  હોમ આઇસોલેસનમાં હોય તે તમામને આ નિયમો લાગુ પડે છે. મતદાનના દિવસે કોરોના પોઝિટિવ મતદાતા મતદાન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે તે નહીં ચાલે.તો બીજી તરફ કર્મચારીઓ અને અધિકારીઓની અંદર પણ એક ગણગણાટ શરૂ થયો છે. જે મુજબ કોરોનાના દર્દીઓ મતદાન કરવા આવે ત્યારે જનરલ મતદાન પણ શરૂ હશે. જેથી ભયનો માહોલ ઉભો થવાની પણ શક્યતા સેવાઇ રહી છે તો બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચે આ પ્રકારના દર્દીઓ માટે સાંજે છથી સાડા છ વાગ્યાનો સમય રાખવો જોઈતો હતો તેવો પણ ગણગણાટ હાલ શરૂ થયો છે.
Published by:ankit patel
First published:February 19, 2021, 22:08 pm

ટૉપ ન્યૂઝ