local body polls: રાજકોટમાં નિશાન પર રાજકારણ ગરમાયું! EVMમાં ભાજપનું નિશાન મોટું રાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

local body polls: રાજકોટમાં નિશાન પર રાજકારણ ગરમાયું! EVMમાં ભાજપનું નિશાન મોટું રાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
કોગ્રેસ નેતા અને ઈવીએમ

મતદાર મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય જ્યારે અન્ય પાર્ટીના નિશાનો નાના હોવાથી મતદાર પણ મુંઝવણમાં પડી શકે છે.

  • Share this:
રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (local body polls) લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે પરંતુ રાજકોટ મનપાની ચૂંટણી (RMC election) પહેલા રાજકારણ ગરમાયું છે. EVMને લઇને કોંગ્રેસના (congress leader) નેતા હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે EVMમાં ભાજપનું (BJP symbol) કમળનું નિશાન મોટું રાખવામાં આવ્યું છે તેમજ કમળના નિશાનને ઘાટી શાહીથી છાપવામાં આવ્યું છે જ્યારે અન્ય પાર્ટીના નિશાનો આછી શાહીથી છપાયા છે.

ચૂંટણીપંચ ભાજપની દોરવણીથી કામ કરે છે. EVMમાં મતદારને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય છે. હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાર મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય જ્યારે અન્ય પાર્ટીના નિશાનો નાના હોવાથી મતદાર પણ મુંઝવણમાં પડી શકે છે. અમે ચૂંટણીપંચ સામે વાંધો ઉઠાવ્યો છે.24 કલાકમાં પ્રિન્ટિંગ નહીં સુધારે તો કાયદાકીય રીતે અમે આગળ વધીશું. આખા ગુજરાતમાં આ પ્રકારના EVMમાં ભાજપના મોટા નિશાન છપાયા છે. ​​​​​​​હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે કે, EVMમાં ભાજપનું કમળનું નિશાન મોટુ અને ઘાટી શાહીથી છાપવામાં આવ્યા છે. જ્યારે અન્ય નિશાન નાની સાઇઝમાં છાપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

મતદાતાઓને લોભાવવા માટે આ પ્રકારનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે. આજે ચૂંટણી અધિકારીએ નિશાન જોવા માટે બોલાવ્યા હતા અને અમે તાત્કાલિક આની સામે વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ના આ મુદ્દાને ભાજપે વખોળી કાઢ્યો છે.

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

આ અંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. પરાજય ભાળેલી કોંગ્રેસ હવે વાહ્યાત આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. આમા કોઇ લોજીકલ આધાર જ નથી. રાજ્યનું ચૂંટણી પંચ એકદમ નિષ્પક્ષ ન્યાયપૂર્ણ ચૂંટણી યોજવા માટે વર્ષોથી જાણિતું છે.મહત્વનું છે કે ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
Published by:ankit patel
First published:February 14, 2021, 17:41 pm

ટૉપ ન્યૂઝ