રાજકોટ : કેરીની બઝારમાં ભડભડ સળગ્યો ટ્રક, આગના તાંડવનો Live video


Updated: May 22, 2020, 12:56 PM IST
રાજકોટ : કેરીની બઝારમાં ભડભડ સળગ્યો ટ્રક, આગના તાંડવનો Live video
રાજકોટની આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી.

Lockdown ની રાહત વચ્ચે શરૂ થયેલા કેરીના બજારમાં ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. વીડિયોમાં જુઓ આગના દૃશ્યો

  • Share this:
હાલ કેરીની સીઝન ચાલી રહી છે તો બીજી તરફ રાજકોટના મેંગો માર્કેટ ની અંદર આગજનીનો બનાવ સામે આવ્યો છે. મેંગો માર્કેટ માં આવેલી સવારના હરાજી થતી હોય છે. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં કેરી લઈને આવેલા ટ્રક ડ્રાઇવર તેમજ વેપારીઓ દલાલો અને ગ્રાહકો હાજર હોય છે. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી થોડે દૂર આવેલા મેંગો માર્કેટ માં આગજની નો બનાવ સામે આવ્યો હતો. મેંગો માર્કેટ માં ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.

ટ્રકમાં આગ લાગતા ની સાથે આજુબાજુમાં ઊભેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સમયે ટ્રકના માલિક તેમજ રઘુવીર ટ્રાન્સપોર્ટ ના સંચાલક ભૂપતસિંહ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા બી ડિવિઝન ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલીક અસરથી દોડી ગયો હતો. જે બાદ ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ મામલે સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી.

આ પણ વાંચો :  અમદાવાદ : Paytmનું KYC કરવાના બહાને લાખોની ઠગાઈ કરતા લૂંટેરાઓથી ચેતજો, બે ચેતવણીરૂપ કિસ્સાઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં આ પ્રકારે વાહનો ની અંદર શોર્ટ સર્કિટના કારણે આગજનીના બનાવો બનતા હોય છે. બે મહિના પૂર્વે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ જેટલા આગજનીના બનાવો બન્યા હતા. જે પૈકી એક આગજનીના બનાવ ખુદ કોંગ્રેસનાા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની લાખેણી કાર સાથે પણ બન્યો હતો.
First published: May 22, 2020, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading