Viral Video: આંશિક લૉકડાઉનમાં પંક્ચરની દુકાન ખુલ્લી રાખવી ભારે પડી, પોલીસે બતાવી 'દબંગાઈ'

Viral Video: આંશિક લૉકડાઉનમાં પંક્ચરની દુકાન ખુલ્લી રાખવી ભારે પડી, પોલીસે બતાવી 'દબંગાઈ'
વીડિયો વાયરલ થયો.

પોતાની પોલીસ કારમાંથી ઉતરેલા પીઆઈ કક્ષાના અધિકારી ન માત્ર પંક્ચરની દુકાન ખોલી રાખનાર વ્યક્તિને લાકડીથી ફટકારે છે, પરંતુ ત્યાં બે બાઇક પડેલા હોય છે તેમાં પણ લાકડી મારી તેને નુકસાન પહોંચાડે છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારી (Corona pandemic)નો કહેર વર્તાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના 36 શહેરોમાં આંશિક લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટેની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ (Gujarat police) સહિત અન્ય વિભાગોને સોંપવામાં આવી છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂ (Night curfew)ની પરિસ્થિતિનું નિર્માણ થતા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તો દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) તેમજ માસ્ક (Mask)ના નિયમોની અમલવારી ન થતા પોલીસ સહિત અન્ય વિભાગો લોકોને દંડ પણ ફટકારે છે. આ દરમિયાન પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સખત વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં એક નાનો એવો વેપારી પોતાની પંક્ચરની દુકાન ખુલ્લી રાખી રસ્તા પરથી નીકળતા વાહનોના પંક્ચર સહિતની કામગીરી કરી રહ્યો હોય છે. આ સમયે એક પીઆઈ કક્ષાનો અધિકારી પોતાની પોલીસ કારમાંથી નીચે ઉતરી બૂમાબૂમ કરે છે. જેના કારણે દુકાનમાં કામ કરતા બે છોકરાઓ ત્યાંથી નાસી જાય છે. જ્યારે કે દુકાનમાં કામ કરનાર વ્યક્તિને પીઆઈ કક્ષાના અધિકારી લાકડી વડે માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જાય છે.



આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોરોના દર્દીઓ માટે શરૂ કર્યો પ્રોજેક્ટ સંવાદ, 7 દિવસમાં મળ્યાં 400થી વધુ કૉલ

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. પોતાની પોલીસ કારમાંથી ઉતરેલા પીઆઈ કક્ષાના અધિકારી ન માત્ર પંક્ચરની દુકાન ખોલી રાખનાર વ્યક્તિને લાકડીથી ફટકારે છે, પરંતુ ત્યાં બે બાઇક પડેલા હોય છે તેમાં પણ લાકડી મારી તેને નુકસાન પહોંચાડે છે. વાયરલ થયેલા વીડિયો મામલે લોકોનો રોષ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મોટાભાગના ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલના શો રૂમ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ આ તમામ શો રૂમ સંચાલકો પોતાની સર્વિસ એસેન્સિયલ કેટેગરીની અંદર આવતી હોવાનું કહી શરુ રાખી રહ્યા છે. બીજી તરફ એક પંક્ચરવાળાને કે જેનો ધંધો ટુ વ્હીલર, ફોર વ્હીલર અને હેવી વ્હીકલ વાહનો સાથે સંલગ્ન છે, તો શા માટે તેને પોતાની સેવા પૂરી પાડવા દેવામાં નથી આવી રહી?



આ પણ વાંચો: 40 મહિલા કાઉન્સેલરોને વોટ્સએપથી બીભત્સ મેસેજ મોકલી પરેશાન કરનાર યુવક ઝડપાયો

વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ ગુજરાતના કયા શહેર કે જિલ્લાનો છે તે હજી સુધી જાણી શકાયું નથી. જે પ્રમાણે વીડિયોમાં સમય અને તારીખ જોવા મળી રહી છે તે પ્રમાણે વીડિયો તાજેતરના 29 એપ્રિલનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વીડિયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું. જો ખરા અર્થમાં વાયરલ વીડિયો મામલે દબંગાઈ કરી રહેલા પોલીસ ઈન્સ્પેકટરની ભૂલ હોય તો તે મામલે તાત્કાલિક અસરથી તેના વિરુદ્ધ જે તે સંલગ્ન અધિકારીએ પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો: કોરોના અંગે સર્વેમાં સામે આવી ચોંકાવનારી હકીકત: ગ્રામ્ય પ્રજા સામાજિક લાંછનના ભયથી નથી કરાવતી ટેસ્ટિંગ કે સારવાર!



પંજાબના ફગવાડામાં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફગવાડા SHO નવદીપસિંહ પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતાં. ત્યાર બાદ તેઓએ શાકભાજી વેચનારા વિક્રેતાએ રાખેલા મરચાની ટોકરીને લાત મારી હતી. ગણતરીની કલાકોમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુદ પંજાબના ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:May 06, 2021, 15:11 pm

ટૉપ ન્યૂઝ