લોકડાઉન વચ્ચે સિંહ ની ગામમાં એન્ટ્રી, ગોંડલના કેશવાળા ગામે સિંહે પ્રૌઢ પર હુમલો કર્યો


Updated: April 9, 2020, 5:29 PM IST
લોકડાઉન વચ્ચે સિંહ ની ગામમાં એન્ટ્રી, ગોંડલના કેશવાળા ગામે સિંહે પ્રૌઢ પર હુમલો કર્યો
સિંહના હુમલામાં ઘાયલ વ્યક્તિ.

ગોંડલ તાલુકાના કેશવાડા ગામે વાસાવડી નદીના કિનારે જંગલ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હતો.

  • Share this:
ગોંડલ : કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાતો અટકાવવા હાલ સમગ્ર ભારતમાં લૉકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉનના સમયમાં કામ સિવાઈ કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. આવા સમયે રાજકોટ જીલ્લા (Rajkot District)માં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો લૉકડાઉનનો ચુસ્ત અમલ પણ કરી રહ્યા છે. લૉકડાઉન વચ્ચે ગોંડલ (Keshvada Village Gondal)ના કેશવાડા ગામમાં સિંહ આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

ગોંડલ તાલુકાના કેશવાડા ગામે વાસાવડી નદીના કિનારે જંગલ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હતો. આથી નાના એવા ગામમાં ભયનો માહલો જોવા મળ્યો હતો. એટલું જ નહીં પણ ગામના જ રહેતા પ્રૌઢ રૂપાભાઇ ઓઘડભઆઇ મેવાડા પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી તેમનો હાથ લોહીલૂહાણ થઈ ગયો હતો. આ સિંહને ગામમાં જ રહેતા કિરીટ સરવૈયા નામના વ્યક્તિએ નજરે નીહાળ્યો હતો.

આ પણ વાંચો :  ગુરુવાર ગુજરાત માટે ભારે રહ્યો : કોરોનાના 55 નવા કેસ, એકલા અમદાવાદમાં 50 કેસ નોંધાયા

સિંહ ગામમાં ઘુસ્યો હોવાની જાણકારી સરપંચને મળતા સરપંચ કાંતિભાઈ સરધારાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટની ટીમ પણ ગામમાં દોડી આવી હતી.

સિંહ બાવળના ઝાડ નીચે બેઠો હોય અને ગર્જના કરતો હોય તેવું ગ્રામજનોએ નિહાળ્યું હતું. સિંહના ગળામાં લગાવવામાં આવેલા કોલરમાં પણ અવાજ આવતો હોવાનું સરપંચે જણાવ્યું હતું. આ મામલે ફોરેસ્ટની ટીમે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ઘાયલ પ્રૌઢ રૂપાભાઇને વધુ સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક નાના એવા ગામમાં સિંહે દેખાતે ફફડાટ ફેલાયો હતો.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading