ગેંગવોર ન કહેશો,પ્રકાશનું એન્કાઉન્ટર કરાયું!,કોંગ્રેસના MLA રાજ્યગુરુનો આક્ષેપ

VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:38 PM IST
ગેંગવોર ન કહેશો,પ્રકાશનું એન્કાઉન્ટર કરાયું!,કોંગ્રેસના MLA રાજ્યગુરુનો આક્ષેપ
રાજકોટઃરાજકોટમાં બહુ ચર્ચિત ગેગવોરના મામલામાં આજે રાજકોટ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને અને પાટીદાર આગેવાનોએ પોલીસ કમિશ્નર અનુપમ સિંધ ગેહલોતને આવેદન પત્ર પાઠવી આ કેસમાં મૃતક પ્રકાશ લુંનાગરિયાના મોતએ ગેંગવોર હત્યા નથી પણ ફેક એકાઉન્ટર છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:38 PM IST
રાજકોટઃરાજકોટમાં બહુ ચર્ચિત ગેગવોરના મામલામાં આજે રાજકોટ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને અને પાટીદાર આગેવાનોએ પોલીસ કમિશ્નર અનુપમ સિંધ ગેહલોતને આવેદન પત્ર પાઠવી આ કેસમાં મૃતક પ્રકાશ લુંનાગરિયાના મોતએ ગેંગવોર હત્યા નથી પણ ફેક એકાઉન્ટર છે.

રાજ્યગુરુ એ પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ ગુંડાગીરી સામે પગલા લે તેમાં વાંધો નથી. પણ એક પાટીદાર યુવાનને ઘરેથી પોલીસ ઉપાડી  અને પોલીસ હેડ કવાટરમાં ૨ દિવસ સુધી રાખી માર માર્યાં છે અને  મરનાર પ્રકાશને ગામથી દૂરની ખાનગી હોસ્પિટલમાં લઇ જાય ત્યાં એન્ટ્રી પણ નથી.

તેમજ મૃતકના પરિવારજનોને મૃતદેહના ફોટા ન પાડવા દેવાય તે ઉચિત નથી અને સીએમ ના મત વિસ્તાર રાજકોટ  પોલીસ ગુંડાગીરી બંધ કરાવે પણ પોલીસ પોતે ગુંડા ન બને તેથી આ બનાવની તટસ્થ તપાસ જરૂરી છે.
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर