રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં હરણને ફાડી ખાનારો દીપડો પાંચ દિવસે પકડાયો

રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં હરણને ફાડી ખાનારો દીપડો પાંચ દિવસે પકડાયો
રાજકોટમાં પાંચ દિવસની મહેનતે દીપડો પકડાયો હતો.

દીપડાને પકડવા માટે સાત પાંજરા મારણ સાથે મૂકવામાં આવ્યા હતા. ખોરાકની લાલચમાં આવેલો દીપડો ઝડપાયો

  • Share this:
રાજકોટ : ગત રવિવારના રોજગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં દિપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યુ હતું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક જુના અધિકારીઓ તેમજ સ્ટાફ ને જાણ થઈ હતી કે ગત રાત્રીના રોજ દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. જે બાદ તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્ક જૂને મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. તો ગણતરીની કલાકોમાં જ વનવિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આખરે પાંચ દિવસની મહેનતના અંતે ખોરાકની લાલચમાં આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.

સતત 5 દિવસ સુધી દીપડા માટે વનવિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ  દ્વારા રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ મારણ સાથે રાખવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે પાર્કમાં ઘૂસેલા દિપડાને પકડી પાડવામાં આવ્યો છે જે બાદ દીપડો પકડાઈ ગયા ની તસવીર પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવે છેઆ પણ વાંચો :  બૉલિવૂડના ગાયક મીકા સિંહની મેનેજર સૌમ્યા ખાને આપઘાત કર્યો, ચોંકાવનારી વિગતો બહાર આવીઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટ પ્રદ્યુમન પાર્ક્ક ઝૂ ના cctv viral થયા હતા. જેમાં રાત્રિના નવ કલાક આસપાસ જનાવર પ્રદ્યુમન પાર્ક ઝૂ ના રસ્તા પર દોડતું હોય તેવું નજરે પડી રહ્યું હતું.

રાજકોટમાં દીપડાને પકડવા માટે સાત પાંજરા મૂકાયા હતા.


પ્રદ્યુમન પાર્કના અધિકારીઓ જણાવ્યું હતું કે 'અમને સંપૂર્ણપણે શંકા હતી કે દીપડો આજુબાજુના વિસ્તારમાં છે. દીપડો પોલટ્રી ફાર્મની આસપાસ ખોરાકની શોધમાં સંતાયો હશે ત્યારે અમે મારણ સાથે સાત પાંજરા મૂક્યા હતા. દીપડો મનુષ્યની હાજરીમાં ફરકતો નથી તેથી અમે આ વિસ્તારને સિક્યોરિટી વગર ખુલ્લો મૂકી દીધો હતો ત્યારે તે ઝડપાયો હતો. '
Published by:News18 Gujarati
First published:February 22, 2020, 10:34 am