જાણો કેમ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી?


Updated: January 18, 2020, 11:25 PM IST
જાણો કેમ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી?
ટ્રોફી લેતા રાજકોટ પોલીસ અધિકારી

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૂચના અને માર્ગદર્શન હેઠળ  રાજકોટ શહેર પોલીસ આવેલ બન્ને ટીમો ની સુરક્ષા માટે ખડે પગે રહી અને ખૂબ જ સારી રીતે બંદોબસ્ત કરેલ હતો.

  • Share this:
રાજકોટઃ હાલ ચાલી રહેલ IND vs AUS વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા (Austrelia) ભારતના (India) પ્રવાસે છે ત્યારે મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને (Australian opener David Warner) મળેલી હતી. ત્યાર બાદ બીજા મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ચાર દિવસથી રાજકોટમાં હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૂચના અને માર્ગદર્શન હેઠળ  રાજકોટ શહેર પોલીસ (Rajkot city police) આવેલ બન્ને ટીમો ની સુરક્ષા માટે ખડે પગે રહી અને ખૂબ જ સારી રીતે બંદોબસ્ત કરેલ હતો આ સમય દરમિયાન મુખ્યમંત્રીના પણ બંદોબસ્ત  સમાંતર ચાલતા હતા તેમ છતાં ક્રિકેટ બંદોબસ્ત રાજકોટ પોલીસે સુપેરે પાર પાડેલ અને શાંતિપૂર્ણ રીતે મેચ રમાયેલી હતી.

જે બાબતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ જે ઝોન 1 વિસ્તારમાં એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં આવેલ ઇમપિરિયલ હોટેલમાં રોકાયેલ હતી જે રાજકોટ પોલીસની હોટેલ પરની અને ગ્રાઉન્ડ પર આવા જાવા માટેની સુરક્ષા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થઇ અને ખૂબ પ્રશંસા પણ કરી અને જેના લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પોતાને પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ટ્રોફી સામેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી જે ચાવડાને આપવાની ઈચ્છા વ્યક્ત કરેલ હતી.

ટીમના સિક્યોરિટી ઇન્ચાર્જ Frank Dimasiના હસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડા license branch જેવો સતત ખડે પગે ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે ઇન્ચાર્જ તરીકે બંદોબસ્તમાં હતા અને ખૂબ જ સારી રીતે  તેઓની ફરજ બજાવેલી. તેઓને યાદગીરી રૂપે ડેવિડ વોર્નરે પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ની ટ્રોફી તેઓના રાજકોટ શહેરની ઇમ્પીરિયલ હોટલ ખાતેના રોકાણ દરમ્યાન  રાજકોટ શહેર પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવી હતી.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर