રાજકોટ : 5 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરનાર વકીલે કર્યો આપઘાત, 4 વર્ષ પૂર્વે લગ્ન કરનાર નિસંતાન પરિણીતાએ કર્યો આપઘાત
રાજકોટ : 5 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરનાર વકીલે કર્યો આપઘાત, 4 વર્ષ પૂર્વે લગ્ન કરનાર નિસંતાન પરિણીતાએ કર્યો આપઘાત
વકીલે કર્યો આપઘાત
rajkot crime news: કોરોના કાળ (coronavirus) શરૂ થયા બાદ કેટલાક લોકોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત તેમજ આપઘાતનો (sucide) પ્રયાસ કર્યા હોવાના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે.
રાજકોટઃ રાજકોટ શહેર (Rajkot city) તેમજ જિલ્લામાં આપઘાતના (suicide) તેમજ આપઘાતના પ્રયાસના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળ શરૂ થયા બાદ કેટલાક લોકોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત તેમજ આપઘાતનો પ્રયાસ કર્યા હોવાના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં યુવાન રોડ મહિલા તેમજ પરિણીતાએ (married woman) જુદા જુદા કારણોસર પોતાની જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલા શિવમ પાર્ક બેમાં રહેતા એડવોકેટ પલકભાઇ અનિલભાઈ ભટ્ટ નામના યુવાને પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી ઘરે પરત ફરેલી પત્નીએ પોતાના પતિને લટકતી હાલતમાં જોયા હતા.
તાત્કાલિક અસરથી પત્નીએ પાડોશના લોકોની મદદથી પત્નીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ પલક ભાઈનું મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર કર્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ મૃતક વકીલ પલકભાઈએ પાંચ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. મૃતક તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતકના આપઘાત પાછળ ઘર કંકાસની શંકા હાલ સેવાઈ રહી છે.
જ્યારે અન્ય એક આપઘાતના કિસ્સામાં જય નગર મેઇન રોડ વિસ્તારમાં રહેતી નિસંતાન પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ ને જાણ થતાં આજીડેમ પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ લગ્નજીવન દરમિયાન અત્યાર સુધીમાં કોઈ સંતાન ન થયું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં આપઘાત આ બાબતે કયું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર