રાજકોટઃ 'તમારે ડાકલા વગાડવા જવું નહિ, અમે જ વગાડશું' ડાકલા વગાડવા બાબતે સગા ભાઈ ભાભી પર હુમલો

રાજકોટઃ 'તમારે ડાકલા વગાડવા જવું નહિ, અમે જ વગાડશું'  ડાકલા વગાડવા બાબતે સગા ભાઈ ભાભી પર હુમલો
ફાઈલ તસવીર

અમારા પિતાજી હયાત હતાં ત્યારે અમે બધા સાથે ડાકલા વગાડવા જતાં હતાં. હવે મોટા ભાઇ હસુભાઇ મને અને મારા સાળાને ડાક વગાડવા જવાની ના પાડે છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટના (rajkot) કોઠારીયા રોડ હુડકો ચોકડી નજીક આશાપુરાનગરમાં મોમાઇ કૃપા ખાતે રહેતાં અને માતાજીના માંડવામાં ડાકલા (dakala) વગાડવાનું કામ કરતાં રાજેશભાઇ વિરમભાઇ મુંઝારીયા પર તેના જ સગાભાઇ, ભત્રીજા સહિત ૧૨ જણાએ ગેરકાયદે મંડળી રચી ધોકા છરી તલવારથી હુમલો (attack) કરી ઇજા કરી હતી. જોકે, તેમને બચાવવા પત્નિ રીટાબેન મુંઝારીયા અને સાળો ધર્મેશ અશોકભાઇ જોગીયાણી આવતા આ બંનેને પણ ઘાયલ કરવામાં આવતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમામં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે રાજેશભાઇની ફરિયાદ પરથી તેના ભાઇ હસુભાઇ વિરમભાઇ મુંઝારીયા, ભત્રીજા પ્રશાંત ઉર્ફ કાનો, ભાવેશ, ભાભી ઉષાબેન હસુભાઇ તેમજ તેના સગાઓ દિનેશ, સુનિલ, આકાશ, નિશાંત અને ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૪૫૨, ૧૧૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસી ગાળાગાળી કરી ધોકા, તલવારની મુંઠથી  ઇજા કર્યાનો ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં જણાવાયું છે કે રાજેશભાઇના ઘરે તેનો સાળો ધર્મેશ આવ્યો હોઇ તેની સાથે ઉષાબેન હસુભાઇને ઘરે આવવા બાબતે અગાઉ બોલાચાલી થઇ હોઇ તેના ખાર રાખી બધાએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

જો કે હોસ્પિટલના બિછાનેથી રાજેશભાઇએ કહ્યું હતું કે અમારા પિતાજી હયાત હતાં ત્યારે અમે બધા સાથે ડાકલા વગાડવા જતાં હતાં. હવે મોટા ભાઇ હસુભાઇ મને અને મારા સાળાને ડાક વગાડવા જવાની ના પાડે છે અને પોતે એકલા જ જશે તેમ કહી માથાકુટ કરતાં હોઇ તેને સમજાવવા જતાં હુમલો થયો હતો.

આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

રાજેશભાઇના પત્નિ રીટાબેન ખાનગી હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. તેમણે પણ આ કારણ જવાબદાર હોવાનું કહ્યું હતું. મહત્વનું છે કે રાજેશભાઇ વિરમભાઇ મુંઝારીયા પર તેના જ સગાભાઇ, ભત્રીજા સહિત ૧૨ જણાએ ગેરકાયદે મંડળી રચી ધોકા છરી તલવારથી હુમલો કરી ઇજા કરી હતી.તેમને બચાવવા પત્નિ રીટાબેન મુંઝારીયા અને સાળો ધર્મેશ અશોકભાઇ જોગીયાણી આવતા આ બંનેને પણ ઘાયલ કરવામાં આવતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમામં ખસેડાયા છે.
Published by:ankit patel
First published:March 18, 2021, 23:41 pm

ટૉપ ન્યૂઝ