રાજકોટઃ છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમને (cyber crime) લગતા ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યું છે. તો સાથે જ ફેસબુક મેસેન્જરના () માધ્યમથી વીડિયો કોલ સ્ક્રીન કેપ્ચર દ્વારા યુવાનોને બ્લેકમેઈલિંગ (blackmailing) કરતી ટોળકીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગોંડલ શહેર (Gondal) તેમજ પંથકના પણ સોશિયલ મીડિયાના (social media) માધ્યમથી વીડિયો કોલ દરમિયાન (video call) નગ્ન ફોટા અને વીડિયો કેપ્ચર કરી લેવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર વિશ્વનો ખૂણેખૂણો એકબીજા સાથે ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ છે. ત્યારે ઇન્ટરનેટ આશીર્વાદ સમાન પણ છે તેમ જ શ્રાપ સમાન પણ છે. છેલ્લા કેટલાય સમયથી ઓનલાઇન છેતરપિંડીના કેસમાં (online fraud case) પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ પોર્ટસાઈટ જોવાના કેટલાક શોખીનો ગોંડલ શહેર તેમજ પંથકના યુવાનો છેતરપિંડીનો ભોગ તેમજ ધમકી મળ્યાની ઘટના પણ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ કૈલાશ બાગ સોસાયટી ભગવત પરા સહિતના અન્ય વિસ્તારમાં રહેતા યુવાનો પોર્ન સાઇટ જોવાના શોખીન યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
આવી સાઇટ ઉપર લાઈવ થતી માનુનીઓ પોતાના વસ્ત્રો પણ ઉતરતી હોય છે. તેમ જ સામેના વ્યક્તિને ઉત્તેજીત કરી તેના વસ્ત્રો પણ ઉતરાવતી હોય છે. આ સમયે આ એપ્લિકેશનના માધ્યમથી તેમજ વેબસાઈટના માધ્યમથી તે સમયે તે સ્ક્રીન કેપ્ચર કરી લેતી હોય છે.
ત્યાર બાદ ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસથી શરૂ થઈ જતું હોય છે. તેમજ પૈસાની માગણી પણ કરવામાં આવતી હોય છે. જો માંગ સંતોષવામાં ન આવે તો સ્ક્રીન કેપ્ચરના માધ્યમથી કેપ્ચર કરવામાં આવેલા નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે.
ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગોંડલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ જાડેજાએ જણાવ્યું હતું કે, પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. બે-ચાર કિસ્સાઓમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો પણ નોંધાઈ છે.
" isDesktop="true" id="1103030" >
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતને પણ આ જ પ્રકારે કડવો અનુભવ થયો હતો. પોતાના ફેસબુક મેસેન્જર પર તેમને એક વીડિયો કોલ આવ્યો હતો જે વીડિયો કોલ રીસીવ કરતાની સાથે જ સામેની સુંદરી નગ્ન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરવામાં આવી હોવાની ફરિયાદ તેમણે રાજકોટ શહેર સાયબર ક્રાઈમને આપી હતી.