ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

આશરે એકાદ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ પાસે તેમના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો હાઈપ્રોફાઈલ vip મેમ સાથે ડેટિંગ અને સેક્સમાં રસ ધરાવતા હોય તો મેસેજ કરવા જણાવાયું હતું.

  • Share this:
રાજકોટઃ આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે લોભિયા જ ગામમાં હોય ત્યાં ધૂતારા ઓ ભૂખ્યા ન મરે. ત્યારે આ જ કહેવત ગોંડલ (Gondal) જેવા નાનકડા શહેરમાં સાચી પડી છે. ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ (Adult site) જોવાના શોખીનો લાખો રૂપિયામાં છેતરાયાની ઘટના બની છે. ત્યારે ગુંદાળા રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા આધેડ વીઆઈપી મેમ (VIP ma'am) સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 રૂપિયાની રોકડ રકમની છેતરામણીનો (Fruad case) ભોગ બનતા સિટી પોલીસમાં ફરીયાદ (complaint in ct police) નોંધાઇ.

ગોંડલ તાલુકાના ગરનાળા ગામના અને હાલ ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા અને મહારાષ્ટ્રમાં jcbનું કામ કરતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ વિરપરિયા (ઉંમર 51) વીઆઈપી મેમ સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 ની રોકડ રકમની છેતરામણીનો ભોગ બન્યા હતા.



જેના પગલે સિટી પોલીસમાં દાનિશ પટેલ, કેરાજ ભાટી, પાર્થ યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેષ સોની અને રમેશ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420, 120b મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

અશ્વિનભાઈ વિરપરિયા વધુમાં જણાવ્યું હતું કે આશરે એકાદ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ પાસે તેમના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો હાઈપ્રોફાઈલ vip મેમ સાથે ડેટિંગ અને સેક્સમાં રસ ધરાવતા હોય તો મેસેજ કરવા જણાવાયું હતું અને તે મુજબ મેસેજ કરવામાં આવ્યો હતો.



બાદમાં મેમ્બરશીપ મેળવવા બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવાનું જણાવાયું હતું. ઉપરોક્ત જણાવ્યા મુજબ વારાફરતી જુદા જુદા લોકોના મોબાઇલ ફોન આવ્યા હતા. આંગડિયા પેઢી આરસી એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ મારફત રકમ ટ્રાન્સફર કરી હતી. રોકેલા રૂપિયા ત્રણ ગણાની લાલચ પણ આપવામાં આવી હતી અને છેતરામણનો ભોગ બન્યા હતા.
Published by:ankit patel
First published:June 11, 2021, 16:40 pm

ટૉપ ન્યૂઝ