રાજકોટઃ સગીરાનું અપહરણ કરીને આબરું લૂંટનાર રાણપુર ગામનો રાજેન્દ્ર ઉર્ફે રાજ રાઠોડ ઝડપાયો

રાજકોટઃ સગીરાનું અપહરણ કરીને આબરું લૂંટનાર રાણપુર ગામનો રાજેન્દ્ર ઉર્ફે રાજ રાઠોડ ઝડપાયો
આરોપીની તસવીર

સગીરા પોતાના ઘરે નેટ નથી પકડાતું તેમ કહી તે બહાર ગયા બાદ ઘરે પરત ન આવતા તેના પરિવારજના જીવ તાળવે ચોંટ્યા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) ભક્તિનગર પોલીસ સ્ટેશન (bhaktinagar police station) વિસ્તારમાંથી સગીરાનું અપહરણ (minor girl Kidnapping) કરી દુષ્કર્મ (rape accused) ગુજારનાર બોટાદના (Botad) શખ્સની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકાદ મહિના પૂર્વે સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ભક્તિનગર પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધી આરોપી તેમજ અપહત સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

બનાવ અંગે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયા બાદ ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી તેમજ સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.સગીરા પોતાના ઘરે નેટ નથી પકડાતું તેમ કહી તે બહાર ગયા બાદ ઘરે પરત ન આવતા તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સગીરા કોઈ જગ્યાએ ન મળતા આખરે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજેન્દ્ર ઉર્ફે રાજ ઉર્ફે કાળુ ગંભીરભાઇ ભગવાનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 21 અને કુંભારવાડા પાણીની ટાંકી પાસે રાણપુર ગામે રહેતા બોટાદ જિલ્લાના યુવાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ human intelligenceનો ઉપયોગ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો સાથે જ સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે. સગીરાનું મેડીકલ ચેક અપ કર્યા બાદ તેની સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસની દાદાગીરીનો live video, તોડ કર્યા બાદ લોકો સાથે કર્યો દૂર વ્યવહાર, પછી ભેરવાયો

આ પણ વાંચોઃ- હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

જે કારણોસર આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજ વિરુદ્ધ પોકસોની કલમ તેમજ દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીને રિમાન્ડ પર છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી કઈ કઈ જગ્યાએ રહેતો હતો.ગુનાના કામે તેને કોણે કોણે આશરો આપ્યો હતો તે તમામ બાબતો અંગે ભક્તિનગર પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેમજ આ ગંભીર ગુના અંગે પીડિતા તેમજ તેના પરિવારજનોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે માટે ભક્તિનગર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
Published by:ankit patel
First published:May 02, 2021, 18:07 pm

ટૉપ ન્યૂઝ