રાજકોટ : હવસખોર કૌટુંબિક નાનાએ દોહિત્રી સાથે કર્યું ન કરવાનું કામ, 66 વર્ષીય ઢગાની ધરપકડ

રાજકોટ : હવસખોર કૌટુંબિક નાનાએ દોહિત્રી સાથે કર્યું ન કરવાનું કામ, 66 વર્ષીય ઢગાની ધરપકડ
આરોપીની તસવીર

ચાર વર્ષની બાળકીને તેના કૌટુંબિક નાના અગાસી ઉપર રમાડવાના બહાને લઈ ગયા હતા. જ્યાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.

  • Share this:
રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં ચાર વર્ષની બાળા સાથે શારીરિક અડપલાં (child molestation) કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં (police station) ફરિયાદ નોંધાતા મહિલા પોલીસ દ્વારા 66 વર્ષીય ઢગાની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસે આરોપીને કડકાઈ પૂર્વક કાયદાનું ભાન કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રેલનગર વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને તેના કૌટુંબિક નાના અગાસી ઉપર રમાડવાના બહાને લઈ ગયા હતા. જ્યાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ બાબતની જાણ 26 એપ્રિલના રોજ પરિવારજનોને થઈ હતી. જે સમયે આ ઘટના ઘટે ત્યારે ભોગ બનનાર બાળકીએ તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે માસુમ બાળાને લાલજી એ ધમકાવી ચૂપ કરી દીધી હતી.ત્યારબાદ બાળકી પોતાની દાદી પાસે પહોંચી હતી અને કાલીઘેલી ભાષામાં સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. જે સમયે આ ઘટના બની ત્યારે દીકરીના માતા-પિતા ગામડે ગયા હોવાથી તેની રાહ જોવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

ગામડેથી માતા-પિતા કરાવતા દાદીએ સમગ્ર હકીકત જણાવતા બાળાની માતાએ નરાધમના પુત્રવધૂને જાણ કરી તેના સસરાને સમજાવવા પણ કહ્યું હતું. આરોપી પરિવારનો સભ્ય હોવાથી બદનામી થવાના ડરે પરિવારના સભ્યોએ ઢગાને સમજાવ્યો હતો. પરંતુ આરોપી નિશાન ઠેકાણે ન આવતા પરિવારજનોએ આખરે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

તો બીજી તરફ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માતા-પિતા ભોગ બનનાર બાળાને લઈને પહોંચ્યા હતા. જ્યાં બાળાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલે આરોપી લાલજી ની ધરપકડ કરી મહિલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પૂર્વે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ પ્રકારનો માસુમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ગામે કિશોર કેશુભાઈ તાવડે નામના શખ્સે આઠ વર્ષની બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
Published by:ankit patel
First published:May 10, 2021, 21:03 pm

ટૉપ ન્યૂઝ