Home /News /kutchh-saurastra /રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'
રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'
પ્રતિકાત્મક તસવીર
હું ગોંડલ સાસરીએ પરત ફરતા મારા પતિ દારૂ પી મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે સાસુએ મારવાનું કહ્યું હતું મારા પિતાને પણ પતિએ ગાળો ભાંડી હતી.
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot) મહિલા પોલીસ મથકમાં (woman police station) પરિણીતાએ પોતાના પતિ સાસુ તેમજ જેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ (married woman complaint) આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, એક દિવસ મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો અને ત્યારબાદ બે કલાક સુધી તેઓ એકલા રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી પોતાના માવતરના ઘરે રહેતી શબનમબેન શેખા નામની પરિણીતાએ ગોંડલ રહેતા પોતાના પતિ રાકેશ શેખ, સાસુ અમિરાબેન શેખ તેમજ જેઠ માણેકભાઈ શેખ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 11 નવેમ્બર 2018 ના રોજ તેના લગ્ન રાકેશ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ નાતાલના તહેવારની ઉજવણીમાં જમવાનું બનાવવા બાબતે પતિ અને સાસુને ઝઘડો કર્યો હતો. મેળા ટોણા મારતા કહ્યું હતું કે તું આવી ત્યારથી જ અમારે સત્યાનાશ થવા લાગ્યું છે. તો સાથે જ કરિયાવરમાં ફર્નિચર બાબતે પણ સંભળાવતા હતા.
પતિએ ધંધા માટે રૂપિયા બે લાખની માગણી કરતાં મારા પિતાએ બે લાખ રૂપિયા આપતા થોડા દિવસો અને સારી રીતે રાખી હતી. પરંતુ ત્યારબાદ પહેલાની જ માફક નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારવા તેમજ શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
એક દિવસ ઘરમાં મારા પતિ પરસ્ત્રીને લાવ્યા હતા. ત્યાર બાદ બે કલાક સુધી તેઓ રૂમમાં એકલા રહ્યા હતા. આ બાબતે જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે સાસુએ મારવાનું કહ્યું હતું મારા પિતાને પણ પતિએ ગાળો ભાંડી હતી. મેં માનસિક તણાવના કારણે દવા પી લેતા હું બેભાન થઈ ગઈ હતી.
જેના કારણે વધુ સારવાર અર્થે મારા પિતા મને રાજકોટ લઇ આવ્યા હતા. ત્યારબાદ દસેક મહિના હું મારા પિતાને ત્યાં જ રહી હતી. ત્યારબાદ હું ગોંડલ સાસરીએ પરત ફરતા મારા પતિ દારૂ પી મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મેં 181 અભયમ્ હેલ્પલાઇનની મદદ પણ લીધી હતી પરંતુ સમાધાન નહીં થતાં અંતે હું રાજકોટ મારા માવતર ને ત્યાં છેલ્લા અઢી મહિનાથી રહું છું.