જસદણનો જંગઃ પ્રચારનો છેલ્લો દિવસ, ચૂંટણીમાં હશે અભેદ્ય સુરક્ષા કવચ

News18 Gujarati
Updated: December 17, 2018, 10:09 PM IST
જસદણનો જંગઃ પ્રચારનો છેલ્લો દિવસ, ચૂંટણીમાં હશે અભેદ્ય સુરક્ષા કવચ

  • Share this:
જસદણ ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ભલે વિધાનસભાની પેટા ચૂંટણી છે પરંતુ ભાજપ-કોંગ્રેસ માટે કરો યા મરોના જંગ જવી છે. બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરક્ષાને લઇને ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આચાર સંહિતાનો ભંગ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

પહેલા નજર કરીએ સુરક્ષાની

વાત કરીએ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સુરક્ષાની તો ચૂંટણીમાં અભેદ્ય સુરક્ષા કવચ અપાવમાં આવ્યું છે. જેમાં 1100 જવાનો દ્વારા ચૂસ્ત બંદોબસ્ત આપવામાં આવશે. જેમાં પોલીસના 306 જવાન, GRDના 311, અર્ધ લશ્કરી દળની 6 કંપનીઓ તહેનાત કરાશે. આ સિવાય કેન્દ્રીય અનામત પોલીસ દળની એક મહિલા કંપની, ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તહેનાત કરવામાં આવશે.

બીજી બાજુ મંગળવારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે, ત્યારબાદ પ્રચાર કરવા પર પ્રતિબંધ લાગી જશે. ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો પર ચૂંટણી પંચ દ્વારા નજર રાખવામાં આવશે તથા આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને જિલ્લા બહારના નેતાઓએ જગ્યા છોડવી પડશે. લાઉડ સ્પીકર પર પ્રતિબંધ જેવા મુદ્દે સમિક્ષા કરવામાં આવશે.
First published: December 17, 2018, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading