બાવળિયાનો ઓડિયો: 'તમારા ગામ પૂરતા પટેલિયાવના મત લઈ જાવ તો વાંધો નહીં'

News18 Gujarati
Updated: December 5, 2018, 4:42 PM IST
બાવળિયાનો ઓડિયો: 'તમારા ગામ પૂરતા પટેલિયાવના મત લઈ જાવ તો વાંધો નહીં'
જસદણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે કુંવરજી બાવળિયા

જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચેનો ઓડિયો સામે આવ્યો. કુંવરજી બાવળિયા અપક્ષ ઉમેદવારને મતો ન તોડવા કહી રહ્યા છે.

  • Share this:
હરિન માત્રાવડિયા, રાજકોટ

રાજકોટઃ જસદણ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ મરણિયા બન્યા છે. ભાજપ તરફથી દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસે પણ કમર કસી છે. એક સમયે કોંગ્રેસ પાર્ટીથી કિનારો કરી લેનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાને જીતાડવા માટે મેદાને ઉતર્યા છે. બીજી તરફ જસદણ બેઠક પર 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી બે અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થયા છે. આ દરમિયાન અપક્ષના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.

જસદણ બેઠક પર ગુરુવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જે બાદમાં જસદણ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેનો સાચો અંદાજ આવશે. આ દરમિયાન વાયરલ થયેલા ઓડિયોમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અપક્ષ ઉમેદવારને પોતાના ગામ પૂરતા જ મતો તોડવાની વાત કરી રહ્યા છે.

જુઓઃ જસદણ પેટાચૂંટણી- અવસરને 'અવસર' કુંવરજીએ અપાવ્યો?

ઓડિયો ક્લિપમાં શું છે?

કુંવરજી બાવળિયાઃ હેલો, કિશોરભાઈ બોલો છો?કિશોરભાઈ: હાજી સાહેબ.

કુંવરજી બાવળિયાઃ કોર્પોરેશનની ચૂંટણી લડતાં લડતાં વિધાનસભાનું ફોર્મ ઉપાડ્યું. તમે જ ફોર્મ ઉપાડ્યું છે?

કિશોરભાઈઃ હા, હું આજે ગયો હતો ફોર્મ ઉપાડવા.

કુંવરજી બાવળિયાઃ ઠીક, વોર્ડમાં હારી ગયા એટલે મને એમ કે વિધાનસભા લડવા આવ્યા કે શું?

કિશોરભાઈઃ ના ના. ગયા વખતે પણ અમે વિધાનસભામાં આવ્યા હતા એટલે આ વખતે ફોર્મ ઉપાડ્યું.

કુંવરજી બાવળિયાઃ ઠીક છે. કિશોરભાઈ જ છે કે નહીં એ જાણવા પૂરતું ફોન કર્યો છે.

કિશોરભાઈઃ બરાબાર છે સાહેબ.

કુંવરજી બાવળિયાઃ સારું થયું. તમારા ગામ પુરતા પટેલિયાવના મત લઈ જાવ તો વાંધો નહીં. બીજા રહેવા દેજો. થોડાક અમારા ભાગે રાખજો.

કિશોરભાઈઃ હા સાહેબ, જોઈએ હવે.

20મી ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.

નોંધઃ હેડિંગ તેમજ સ્ટોરીમાં જ ેશબ્દ પ્રયોગ કરાયો છે તે પાછળ  ન્યૂઝ18 ગુજરાતીનો ઈરાદો કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો બિલુકલ નથી. અહીં ફક્ત ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત રજૂ કરવામાં આવી છે.
First published: December 5, 2018, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading