સૌરાષ્ટ્ર-કચ્છ: જાણો આઠ બેઠક પર કેટલું મતદાન નોંધાયું

News18 Gujarati
Updated: April 24, 2019, 7:53 AM IST
સૌરાષ્ટ્ર-કચ્છ: જાણો આઠ બેઠક પર કેટલું મતદાન નોંધાયું
સૌરાષ્ટ્રની 8 લોકસભા બેઠકની મતદાનની ટકાવારી

તો જોઈએ સૌરાષ્ટ્રની આ આઠ બેઠક 2014માં કેટલા ટકા મતદાન નોંધાયું હતું અને 2019માં કેટલા ટકા મતદાન નોંધાયું

  • Share this:
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 116 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. દેશમાં છૂટા છવાયા છમકલાઓને બાદ કરીએ તો, મોટાભાગની બેઠકો પર શાંતીપૂર્ણ રીતે મતદાન યોજાયું છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતની 26 લોકસભા બેઠકના 371 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે. તેમાં કચ્છ સૌરાષ્ટ્રની આઠ બેઠકો ખુબ મહત્વની માનવામાં આવે છે.

તો આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આખરે મતદારોએ આજે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરી દીધા છે. તો જોઈએ સૌરાષ્ટ્રની આ આઠ બેઠક 2014માં કેટલા ટકા મતદાન નોંધાયું હતું અને 2019માં કેટલા ટકા મતદાન નોંધાયું

કચ્છ

કચ્છની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 56.76 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 61.78 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 05.02 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. કચ્છ બેઠક પરથી ભાજપ તરફથી વિનોદ ચાવડા અને કોંગ્રેસ તરફથી નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 55.81 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 57.7 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 1.89 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ તરફથી મહેન્દ્ર મુંજપરા અને કોંગ્રેસ તરફથી સોમા ગાંડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.રાજકોટ
રાજકોટની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 63.89 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 0.75 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. રાજકોટ બેઠક પરથી ભાજપ તરફથી મોહન કુંડારિયા અને કોંગ્રેસ તરફથી લલિત કગથરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પોરબંદર
પોરબંદરની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 56.77 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 62.62 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 5.85 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. પોરબંદર બેઠક પરથી ભાજપ તરફથી રમેશ ધડૂક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જામનગર
જામનગરની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 58.49 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 57.99 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 0.5 ટકા વધારે મતદાન નોંધાયું છે. જામનગર બેઠક પરથી ભાજપ તરફથી પૂનમબેન માડમ અને કોંગ્રેસ તરફથી મુળુભાઈ કંડોરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જુનાગઢ
જુનાગઢની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 60.17 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 63.43 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 3.26 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. જુનાગઢ બેઠક પરથી ભાજપ તરફથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી પૂંજાભાઈ વંશને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.અમરેલી
અમરેલીની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 55.73 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 54.47 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 1.26 ટકા વધારે મતદાન નોંધાયું છે. અમરેલી બેઠક પરથી ભાજપ તરફથી નારણ કાછડિયા અને કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાવનગર
ભાવનગરની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 58.41 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 0.83 ટકા વધારે મતદાન નોંધાયું છે. ભાવનગર બેઠક પરથી ભાજપ તરફથી ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઈએ કે, રાજ્યની 26 બેઠક પર કુલ સરેરાશ 63.57 ટકા મતદાન થયું. સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.73 ટકા જ્યારે સૌથી વધુ વલસાડમાં 74.09 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્રની 8 બેઠક પર કુલ સરેરાશ 60 મતદાન નોંધાયું છે.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर