Home /News /kutchh-saurastra /

રાજકોટ : જે લેઉવા પાટીદારોની મીઠપ મેળવશે એ કડવો પાટીદાર જીતશે!

રાજકોટ : જે લેઉવા પાટીદારોની મીઠપ મેળવશે એ કડવો પાટીદાર જીતશે!

રાજકોટ લોકસભા બેઠક

ભાજપે જે ઉમેદવાર ઉભા કર્યા છે તે મોહન કુંડારીયા રાજકોટ બેઠકના સીટિંગ સાંસદ છે, જયારે કોંગ્રેસના લલિત કગથરા ટંકારા બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે.

  20-20 વર્ષથી ભાજપની પરંપરાગત બેઠક રહેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે બંને પક્ષોએ કડવા પાટીદાર સમાજના ઉમેદવારોને ઉભા રાખ્યા છે. વાસ્તવિકતા એ છે કે આ બેઠક ઉપર સૌથી વધુ મતદારો લેઉવા પાટીદાર જ્ઞાતિના છે. પાટીદારોના પ્રભુત્વ છતાં 2009માં પાટીદાર મતદારોની આંતરિક હુંસાતુંસીએ ભાજપના કિરણ પટેલને કોંગ્રેસના કુંવરજી બાવળીયા સામે હરાવેલા!

  ભાજપે જે ઉમેદવાર ઉભા કર્યા છે તે મોહન કુંડારીયા રાજકોટ બેઠકના સીટિંગ સાંસદ છે, જયારે કોંગ્રેસના લલિત કગથરા ટંકારા બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ બંને વિરુદ્ધ સ્થાનિક મતદારોમાં ભારે અસંતોષ છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ?

  બેરોજગારી, પાકવીમો-કૃષિના પોષણક્ષમ ભાવ, ઉદ્યોગોમાં મંદી, પાણીની અછત, મોટા ઉદ્યોગો માટે પ્રોત્સાહક યોજનાઓનો અભાવ, સ્માર્ટ સિટીની પોકળ વાતો અને આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવવાના ઠાલા વચનો સહિતની સમસ્યાઓ રાજકોટવાસીઓને ભારે નડી રહી છે.

  જાતિગત સમીકરણો:

  કુલ 18,65,710 મતદાતાઓ પૈકી મોટી વસતી અહીં લેઉવા પટેલોની છે. "ખોડલ ધામ" ના નરેશ પટેલ, પરેશ ગજેરા સહિતના નેતાઓનો અહીં દબદબો છે. લેઉવા પાટીદરોના આ નેતાઓની અપીલ મતદારોમાં જરૂર કામ કરી જશે. આ ઉપરાંત કડવા પટેલ, આહીર, કોળી, દલિત તેમજ અન્ય જાતિના મતદાતાઓ અહીં મહત્વનો ભાગ ભજવી શકે છે.  વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :

  મોહન કુંડારીયા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે, ચાહે તે ખેડૂતો સાથે ગેરવર્તાવ હોય કે શાળાના બાળકો ઉપર બેફિકરાઈથી ચાલવાનો મામલો હોય ! આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી કોઈ સક્રિયતા તેમની આ બેઠક ઉપર જોવા મળી નથી. આ સ્થિતિમાં મોદીના કરિશ્મા અને કુંવારજીની સક્રિયતા ઉપર દારોમદાર રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ છે.

  કોની વચ્ચે છે જંગ?

  આ બેઠક ઉપર ભાજપના મોહન કુંડારીયા અને કોંગ્રેસના લલિત કગથરા વિરુદ્ધ જંગ ખેલાશે. યાદ રહે, બંને કડવા પાટીદારો છે.

  અનુમાન :

  જો શાસનવિરોધી હવા ચાલે અને હાર્દિક પટેલ સ્ટાર પ્રચારકની તેની ભૂમિકા અસરકારક રીતે અદા કરી શકવામાં સફળ રહે તો આ બેઠક રસપ્રદ બની રહે તેમ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Election 2019, Gujarat Lok sabha election 2019, Lalit Kagathara, Lok sabha election 2019, Mohan kundariya, Rajkot S06p10, કોંગ્રેસ, ભાજપ, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन