Home /News /kutchh-saurastra /રાજકોટઃ ગાળો બોલવા અંગે સમજાવવા જતાં ધંધાર્થી ઉપર મરઘો અને દુડીએ તલવાર-છરી વડે કર્યું જીવલેણ હુમલો
રાજકોટઃ ગાળો બોલવા અંગે સમજાવવા જતાં ધંધાર્થી ઉપર મરઘો અને દુડીએ તલવાર-છરી વડે કર્યું જીવલેણ હુમલો
ભક્તિનગર પોલીસ સ્ટેશની ફાઈલ તસવીર
knife sword attack in Rajkot city: મેં તેને સમજાવી ઝઘડો નહિ કરવા અને જતા રહેવાનું સમજાવ્યું હતું. આ ચાર પૈકી બે જણા અહેમદ ઉર્ફ દુડી અને સમીર ઉર્ફ મરઘો હતાં. આ બંને અવાર-નવાર અહિ લલુડી વોંકડીમાં આવતાં હોઇ જેથી હું તેને જોયે ઓળખતો હતો.
રાજકોટઃરાજકોટ શહેરના (Rajkot city news) કેનાલ રોડ પર લલુડી વોંકળીના ધોબી ચોક પાસે રાત્રીના લોધીકાના પાળ ગામના જમીન મકાન લે-વેંચના (Property Broker) ધંધાર્થી મહેશભાઇ ભુત પર અહેમદ ઉર્ફ દુડી, સમીર ઉર્ફ મરઘો તથા બે અજાણ્યા શખ્સોએ છરી-તલવારથી હુમલો (Attack with a knife-sword) કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. સમગ્ર બનાવ અંગે ભકિતનગર પોલીસે (Bhaktinagar police station) ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા છે.
બનાવ અંગે પોલીસે પાળ ગામના મહેશભાઇ ભુતની ફરિયાદ પરથી અહેમદ ઉર્ફ દુડી સહિત ચાર સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. મહેશભાઇ પર રાતે કેનાલ રોડ પર લલુડી વોંકળી પાસે હીચકારો હુમલો થતાં મધુરમ્ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેણે પોલીસને જણાવ્યું હતું કે હું જમીન મકાન લે વેંચનું છુટક કામ કરુ છું. લલુડી વોંકળીમાં મારા મામા લક્ષમણભાઇનું મકાન છે તેઓ દોઢેક વર્ષ પહેલા ગુજરી ગયા છે.
આ મકાન ભાડે આપવાનું હોઇ જેથી 18મીથી હું આ મકાને આવ્યો હતો. એ રાતે સાડા દસેક વાગ્યે હું મારા લલુડી મામાના ઘરે જતો હતો ત્યારે નજીકમાં ધોબી ચોક પાસે પહોંચતા બે મોટર સાઇકલ પર ચાર જણા જોર જોરથી ગાળાગાળી કરતાં હોઇ મેં તેઓને ગાળો નહિ બોલવાનું કહેતાં અને ધીમે વાતો કરવાનું કહેતાં આ ચારેયએ મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો.
મેં તેને સમજાવી ઝઘડો નહિ કરવા અને જતા રહેવાનું સમજાવ્યું હતું. આ ચાર પૈકી બે જણા અહેમદ ઉર્ફ દુડી અને સમીર ઉર્ફ મરઘો હતાં. આ બંને અવાર-નવાર અહિ લલુડી વોંકડીમાં આવતાં હોઇ જેથી હું તેને જોયે ઓળખતો હતો. ચારેયએ મારી સાથે ઝપાઝપી કરતાં મેં તેનો પ્રતિકાર કરતાં અહેમદે છરી કાઢી મને પેટમાં તથા પડખામાં ઘા મારી દીધા હતાં.
સમીર ઉર્ફ મરઘાએ મને જમણી બાજુ તલવારનો ઘા મારી દીધો હતો. તેમજ ડાબા હાથની આંગળીમાં ઇજા કરી હતી. અજાણ્યા બે શખ્સે મને ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. હુમલો થતાં હું પડી ગયો હતો.
લોહી નીકળતું હોઇ મેં 108 અને 100 નંબરમાં ફોન કરી જાણ કરી હતી એ પછી મને હોસ્પિટલે લઇ ગયા હતાં. હું બેભાન હોઇ બીજા દિવસે ભાનમાં આવતાં ફરિયાદ નોંધાવી હતી. અહેમદ ઉર્ફ દૂડી સહિતનાને ગાળો બોલવાની ના પાડતાં મને મારી નાંખવાના ઇરાદે છરી-તલવારના ઘા ઝીંકયા હતાં.