રાજકોટ : 'તારી સોપારી લીધી છે, જીવતા રહેવું હોય તો પૈસા આપી દે', ગોંડલમાં લુખ્ખાઓ બેફામ!


Updated: March 13, 2020, 12:35 PM IST
રાજકોટ : 'તારી સોપારી લીધી છે, જીવતા રહેવું હોય તો પૈસા આપી દે', ગોંડલમાં લુખ્ખાઓ બેફામ!
પ્રતિકાત્મક તસવીર

ગોંડલમાં ત્રણ લુખ્ખાઓએ વેપારીને ફોન કરીને ખંડણી માંગી, સૌરાષ્ટ્રના નાના શહેરોમાં ખંડણીખોરોનો પગપેસારો!

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot) સહીત સૌરાષ્ટ્રમાં (Saurashtra) છાશવારે ખંડણી (Extorion) માંગવાની ઘટના સામે આવતી હોઈ છે. ત્યારે રાજકોટના ગોંડલમાં (Gondal) પણ ત્રણ શખ્સોએ (Accused) એક વેપારી (Mercahtn) પાસે ખંડણી માંગવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગોંડલના ભોજપરા વિસ્તારમાં રહેતા અને ચુનારા શેરીમાં દામોદર પ્રાગજી (Damodar Pragji) નામની નામની તેલ અને ખાંડ નો વેપાર કરતા ચંદ્રકાંત તન્ના નામના વેપારી પાસે ખંડણી ની માંગણી કરવામાં આવી હતી.

આ ખંડણી અઝરુદીન ઉર્ફે ભૂરો, સિકંદર મેમણ, અને એજાજ મેમણ દ્વારા વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી. વેપારી પાસે ત્રણ શખ્શોએ ખંડણી માંગી હોવાની વાત સામે આવતા મોટી સંખ્યામાં ગોંડલના વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસ મથક પહોચી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : રણજી ટ્રોફીની રસાસકસી વાળી ફાઇનલ મેચ છતાં સ્ટેડિયમમાં ચકલા ઉડશે! કારણ Corona Virus

સમગ્ર મામલે વેપારી ચંદ્રકાંત તન્ના એ જણાવ્યું હતુકે તેમની દામોદર પ્રાગજી નામની પેઢી ની પાસે કામ કરતો અઝરુદીન ઉર્ફે ભૂરો તેમની પાસે આવ્યો હતો અને કોઈ કામ હોવાનું કહી સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ માં લઇ ગયો હતો અને ત્યાં પહેલેથી જ સિકંદર અને એજાજ હાજર હતા.

આ પણ વાંચો : GOOD NEWS : હવે મોબાઇલમાં ઇન્ટરનેટ વગર પણ પૈસા ટ્રાન્સફર કરી શકાશે, શરૂ થશે મોટી સુવિધા

'તારી સોપારી લેવામાં આવી છે'ત્રણેયે વેપારીને જણાવ્યું હતુકે 'તારી સોપારી લેવામાં આવી છે જો મોત ને ભેટવું ન હોઈ તો એક લાખ આપવા પડશે. આવું જણાવી પરત દુકાને મૂકી ગયા હતા અને બપોર બાદ ફરીથી મોબાઈલ પર ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી.' સમગ્ર ઘટનાને લઈને વેપારી ચંદ્રકાંત ડરી ગયા હતા એન અન્ય વેપારીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે અન્ય વેપારીઓના ના સાથ સહકાર થી હવે વેપારી ચંદ્રકાંતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ લોકમુખે ચર્તા છે કે ખંડણીખોરોનો સૌરાષ્ટ્રના નાના શહેરોમાં પણ પગપેસારો થઈ રહ્યો છે.
First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading