રાજકોટમાં લોકડાઉન વચ્ચે અપહરણ! બે યુવકો બે બહેનોને ભગાડી ગયા, કટકે કટકે જૂનાગઢ પહોંચ્યા


Updated: April 24, 2020, 6:05 PM IST
રાજકોટમાં લોકડાઉન વચ્ચે અપહરણ! બે યુવકો બે બહેનોને ભગાડી ગયા, કટકે કટકે જૂનાગઢ પહોંચ્યા
પ્રતિકાત્મક તસવીર

બે યુવકો સાથે બે યુવતીઓ જુનાગઢની સાબલપુર ચેક પોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની પૂછપરછ કરી હતી જેના પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) લોકડાઉન (Lockdown) વચ્ચે અપહરણની (Kidnapping) ઘટના સામે આવી છે. અરબાઝખાન અને રઝાકખાન નામના બે શકશો બે બહેનોને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરમાં યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતાં પરિવારની એક સગીર દીકરી અને બીજી પરિણીત દીકરી 21મીએ બપોરે ઘરની વંડી ટપી જતી રહી હતી. આ બંનેને ઘર નજીક આવેલા એ.સી.ના કારખાનામાં કામ કરતાં બે શખ્સો ભગાડી ગયાનું ખુલ્યું હતું. બીજી તરફ લોકડાઉન વચ્ચે પણ આ ચારેય છે કે જૂનાગઢની સાબલપુર ચેકપોસ્ટ સુધી પહોંચી ગયા હતાં.

પોલીસની પૂછપરછમાં ચારેય રાજકોટના હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે છોકરીઓના પિતાને જાણ કરતાં આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણ, પોકસોનો ગુનો નોંધી ચારેયને રાજકોટ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રૈયા વિસ્તારના પ્રોઢની ફરિયાદ પરથી અરબાઝખાન નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીને સાત સંતાન છે. જેમાં નાની દીકરીની સગીર છે. ફરિયાદીના રહેણાંક નજીક  એ.સી. બનાવવાનું કારખાનું છે જેમાં અરબાઝખાન અને રજાક શેખ કામ કરે છે. જેમાંથી અરબાઝખાન ફરિયાદીની નાની દીકરી સાથે પાંચેક મહિના પહેલા મજાક મશ્કરી કરી વાતો કરતો હોઇ તેની સાથે પ્રેમસંબંધ હોવાની ખબર પડતાં ફરિયાદી પ્રોઢે કારખાનાના શેઠને વાત કરતાં તેણે અરબાઝને આવું નહિ કરવા સમજાવ્યો હતો.

દરમિયાન 21-4-2020ના બપોરે ફરિયાદી, તેના પત્ની અને પરિવારજનો સુઇ ગયા હતાં. જાગીને જોયું તો સાસરેથી હાલમાં માવતરે રહેવા આવેલી લોકડાઉનને કારણે અહિ જ રોકાઇ ગયેલી ૨૨ વર્ષની દીકરી તથા નાની ૧૫ વર્ષની દીકરી જોવા મળ્યા નહોતાં. ફરિયાદી અને તેના પત્ની તથા દીકરો, દીકરીઓ બધા બપોરે સુતા ત્યારે ઘરની ડેલીએ તાળુ માર્યુ હતું. બંને દીકરીઓ વંડી ટપીની નીકળી ગયાની શકયતા ઉપજી હતી.

આસપાસમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં બંનેનો પત્તો મળ્યો નહોતો. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે અરબાઝખાન પણ તેના ઘરે હાજર નથી. આથી એ જ બંને દીકરીઓને ભગાડી ગયાની ફરિયાદીને શંકા ઉપજી હતી.

દરમિયાન ગઇકાલે 23-4-2020ના રોજ સાંજે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીને ફોન આવ્યો હતો હતો કે તેની બંને દીકરીઓ તથા અરબાઝખાન અને બીજો રઝાકખાન એમ ચાર જણાને સાબલપુર ચેક પોસ્ટ પાસેથી પકડવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સગીરા, તેની બહેન તથા તેને ભગાડી જનારા અરબાઝખાન અને રજાકખાનનો કબ્જો મેળવી રાજકોટ લઇ આવવા તજવીજ કરી છે.
First published: April 24, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading