રાજકોટઃ 'તને અને તારા પરિવારને નહી છોડુ', પુનિત અને ભુસા ગીગા જાદવે મેનેજરનું અપહરણ કરી ઢોર માર માર્યો

રાજકોટઃ 'તને અને તારા પરિવારને નહી છોડુ', પુનિત અને ભુસા ગીગા જાદવે મેનેજરનું અપહરણ કરી ઢોર માર માર્યો
પ્રતિકાત્મક તસવીર

'તે મારી આબરૂના સોસાયટીની વચ્ચે કાંકરા કરી નાખ્યા છે, તને અને તારા પરિવારના સભ્યોને હવે હું નહી છોડુ, મારી નાખીશ. તારે જે કરવુ હોય જયાં પોલીસ ફરીયાદ કરવી હોય ત્યાં કરે લેજે. જયાં દોડવુ હોય ત્યાં દોડી લે. તું મને ઓળખતો જથી મારી પહોંચ કયાંય સુધી છે'.

  • Share this:
રાજકોટ: શહેરના રૈયાધાર ડ્રીમસીટીની (Dream city) સામે સોપાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને અગાઉ થયેલા ઝઘડાનો (fight) ખાર રાખી એપાર્ટમેન્ટમાં જ રહેતા શખ્સ સહિત ચાર શખ્સોએ શાપર-વેરાવળ માંથી અપહરણ (kidnapping) કરી માર મારી ધમકી આપતા ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ રૈયાધાર ડ્રીમ સીટીની સામે સોપાન હાઇટ્સમાં રહેતા હિતેશભાઇ મહેન્દ્રભાઇ અજમેરાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રાજકોટ રૈયાધાર સોપાન હાઇટ્સમાં રહેતો પુનીત વર્મા, ભુસા સીંગભાઇ જાદવ, જગીશ કરશનભાઇ રાઠોડ અને બળદેવ બચુભાઇ ડાભીના નામ આપ્યા છે. હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે શાપરમાં આવેલી અનુપમ ઇન્ટરનેશનલ પ્રા.લી.માં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે પોતાને સંતાનમાં બે દીકરી છે.

ગત તારીખ 6 મેના રોજ તેમની પત્ની પોતાની મોટી પુત્રીને બિલ્ડીંગમાં ભાડે રહેતા પુનીત વર્મા નામના શખ્સ સાથે જોઇ જતા આ બાબતે પોતે પુનીત વર્માને પુછતા તેણે ઝઘડો કરેલ હોઇ અને તારીખ 7 મેના ભુસાગીગા જાદવ એ પોતાને મોબાઇલ પરથી સાંજે ધમકી આપી હતી.આ બાબતે સોસાયટી પરિવારના લોકોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી. બે દિવસ પહેલા પોતે શાપરમાં આવેલ અનુપમ ઇન્ટરનેશનલ પ્રા.લી. કારખાને નોકરી પર હતા ત્યારે પોલીસ મથકમાં કરેલી અરજી  બબતનો ખાર રાખી પુનીત વર્મા અને તેની સાથે તેના સાગરીતો ભુસા ગીગા જાદવ, જગદીશ કરશનભાઇ રાઠોડ બળદેવ બચુ ડાભી ચારેય શખ્સો પુનીત વર્માની કારમાં આવી પોતાને કારખાના પાસે આવી પોતાને કારખાનાની બહાર બોલાવી ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

અને બળજબરીથી કારમાં બેસાડી કાર થોડા દુર સુધી લઇ જઇ અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. અને ચારેય શખ્સો પોતાને ઢીકાપાટુ તથા ઝાપટો મારી ગાળો આપી હતી અને પુનીત વર્માએ કહેલ કે 'તે મારી આબરૂના સોસાયટીની વચ્ચે કાંકરા કરી નાખ્યા છે, તને અને તારા પરિવારના સભ્યોને હવે હું નહી છોડુ, મારી નાખીશ. તારે જે કરવુ હોય જયાં પોલીસ ફરીયાદ કરવી હોય ત્યાં કરે લેજે. જયાં દોડવુ હોય ત્યાં દોડી લે. તું મને ઓળખતો જથી મારી પહોંચ કયાંય સુધી છે'.

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

તેમ કહી પોતાને વધુ માર મારવા લાગેલ અને એમ પણ કહેલ કે તારી સોસાયટીમાં મેસેજ નાખી દે કે 'તુ ખોટો છે' નહી તો પરિણામ ભોગવવા તૈયાર રહેજે. તેવી જબરદસ્તી કરેલ અને ચારેયે પોતાને બે ફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જોકે, પોતે મોકો જોઇ કારના દરવાજો ખોલી નાશી છુટેલ અને હેમખેમ કારખાને આવી ગયેલ બાદ પોતે રાજકોટ પોલીસ કમિશ્નરને રજુઆત કરતા તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં નીવેદન લખાવ્યા બાદ બનાવની હદ શાપર પોલીસ મથકમાં આવતી હોઇ તેથી પોતે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
Published by:ankit patel
First published:May 10, 2021, 17:03 pm

ટૉપ ન્યૂઝ