Home /News /kutchh-saurastra /

મારા અંગત કારણોને લીધે આપ્યું હતું રાજીનામું: નરેશ પટેલ

મારા અંગત કારણોને લીધે આપ્યું હતું રાજીનામું: નરેશ પટેલ

    આજે સવારે ખોડલધામ ટ્રસ્ટના પરેશ ગજેરા અને નરેશ પટેલની બંધ બારણે બેઠક થઇ હતી. જે બાદ ખોડલધામના ટ્રસ્ટીઓ મળીને એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. ખોડલધામની પ્રેસકોન્ફરન્સમાં પરેશ ગજેરા, હંસરાજ ગજેરા, નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતાં. જેમાં નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે મેં રાજીનામું આપ્યું હતું પરંતુ હવે પાછું ખેંચી લીધું છે.

    ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના રાજીનામાના વિવાદ પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે મેં મારા કારોબારની વ્યસ્તતાને કારણે આપ્યું હતું કોઇના કારણે રાજીનામું આપ્યું ન હતું. કારોબારની વ્યસ્તતાને કારણે આ નિર્ણય લીધો હતો. મને અહીંથી નિવૃત્તિ મળે તો અન્ય કામ કરી શકું. મેં શનિવારે રાજીનામું ખોડલધામના મંત્રીને મોકલાવ્યું હતું. ત્યારબાદ જુદા જુદા જિલ્લામાંથી સભ્યોના રાજીનામાં આવવા લાગ્યાં તેથી મેં મારૂં રાજીનામું પરત ખેંચી લીધું. હાલમાં હું ચેરમેન તરીકે યથાવત છું.

    કાલે રાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ફેવરમાં પોસ્ટર લાગ્યાં હતાં. જેની પર વાત કરતાં તેમણે કહ્યું કે, હું પોસ્ટરો લગાવનારની નિંદા કરૂં છું. આ વાતથી મને દુખ થયું છે.

    ખોડલધામનું ભગવાકરણ નથી થયું
    ખોડલધામ રાજકારણને કેટલું સપોર્ટ કરે છે તેવા પ્રશ્ન પર તેમણે જવાબ આપ્યો કે, રાજકારણ માટે કેટલું ઇન્વોલ્વ થવું એના નિયમો બનાવી દેવા જોઇએ. રાજકારણના કારણે જ બધા સવાલો ઉભા થાય છે. રાજકારણ માટે કેટલું ઇન્વોલ્વ થવું એના નિયમો અમારી સંસ્થા બનાવી દેશે. ખોડલધામનું ભગવાકરણ નથી થયું.

    ખોડલધામ: પરેશ ગજેરા અને નરેશ પટેલની બંધ બારણે બેઠક

    પરેશ મારા નાના ભાઇ જેવો
    પરેશ ગજેરા સાથેના વિવાદો માટે તેમને સ્પષ્ટતા કરી કે, પરેશ પરના આક્ષેપો એકદમ જુઠ્ઠા છે, તે મારા ભાઇ જેવો છે. પરેશ ભૂલ કરે તો હું ઠપકો આપું છું. આ આખો વિવાદ ગેરસમજના કારણે થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: KhodalDham, Khodaldham Trust, Paresh Gajera, નરેશ પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन