ખોડલધામ નરેશે આવી રીતે કરી જન્મદિવસની ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

News18 Gujarati
Updated: July 11, 2018, 8:25 PM IST
ખોડલધામ નરેશે આવી રીતે કરી જન્મદિવસની ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
News18 Gujarati
Updated: July 11, 2018, 8:25 PM IST
ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલે જન્મદિવસની ઉજવણી કરી. નરેશ પટેલે પોતાના જન્મદિવસે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલનો 54મો જન્મદિવસ હતો. જન્મદિન નિમિતે સત્યમ પાર્ટી પ્લોટમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં અવ્યું છે. તેઓ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમાં શિવાલય નામના બંગલામાં રહે છે.

નરેશ પટેલે પોતાનો 53મો જન્મદિવસ સેવાકીય પ્રવૃતી કરીને ઉજવ્યો હતો. 53 વર્ષ પૂર્ણ કરી 54માં વર્ષમાં વટભેર પ્રવેશ કરી રહેલા નરેશભાઈના આગેવાની હેઠળ ચાલતી સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ પાર્ટી પ્લોટ (નાનામવા) ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્હેલી સવારથી જ સેંકડોની સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડ્યા હતા અને રકતદાન કરી માનવધર્મ બજાવ્યો હતો.

આ રકતદાન કેમ્પમાં એકત્રિત થયેલા રકતને સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નરેશભાઇ હાલ પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડાયરેક્ટર છે. નરેશભાઇએ બિઝનેસ સંભાળ્યો ત્યારે એક્સપોર્ટ ઝીરો હતું. આજે ટોટલ બિઝનેસનું એક્સપોર્ટ 65 ટકા જેટલું છે. આ સિવાય ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...