આઈ ખોડલનો અદભુત રથઃ51 મણ લાપસીના આંધણ મુકી નૈવેધ

VINOD LEUVA | Pradesh18
Updated: January 8, 2017, 3:00 PM IST
આઈ ખોડલનો અદભુત રથઃ51 મણ લાપસીના આંધણ મુકી નૈવેધ
રાજકોટઃઆગામી તારીખ 21ના રોજ કાગવડ ખાતે ખોડલધામ મંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ માટે આમંત્રણ રથ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં આગળના ભાગમાં આઈ ખોડલ સહિત તેમની સાત બહેનોના સ્વરુપે લેઉવા પાટીદાર સમાજની દિકરીઓ આશિર્વાદ આપતી હોઈ છે. તો પાછળના ભાગમાં ખોડલ રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમા આઈ ખોડલની અદભુત પ્રતિમા પણ રાખવામાં આવી છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 8, 2017, 3:00 PM IST

રાજકોટઃઆગામી તારીખ 21ના રોજ કાગવડ ખાતે ખોડલધામ મંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ માટે આમંત્રણ રથ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં આગળના ભાગમાં આઈ ખોડલ સહિત તેમની સાત બહેનોના સ્વરુપે લેઉવા પાટીદાર સમાજની દિકરીઓ આશિર્વાદ આપતી હોઈ છે. તો પાછળના ભાગમાં ખોડલ રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમા આઈ ખોડલની અદભુત પ્રતિમા પણ રાખવામાં આવી છે.

khodal rangoli2આગામી તારીખ 21ના રોજ કાગવડ ખાતે ખોડલધામ મંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સૌ કોઈને આ પ્રસંગ માટે આમંત્રણ આપવા માટે ખોડલધામ તરફથી ખોડલ રથની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે આજ રોજ ખોડલધામ પરિભ્રમણ યાત્રા શહેરના મવડી વિસ્તારમાં આવેલ જયસરદાર ચોક તેમજ ઈસ્કોન રેસીડન્સી પાસે ફરી હતી. લેઉવા પટેલની મહિલાઓએ ખોડલધામ રથના સ્વાગત માટે રસ્તા પર 1008 સાથીયા સહિત મા લખેલી રંગોળીઓ બનાવી હતી. ઉપરાંત લેઉવા પાટીદાર પરિવાર દ્વારા 51 મણ લાપસીના આંધણ મુકી માતાજીને લાપસી ધરી હતી.
આજ રોજ ખોડલધામ પરિભ્રમણ યાત્રા મવડી વિસ્તારમાં આવેલ જયસરદાર ચોક તેમજ ઈસ્કોન રેસીડન્સી પાસે યાત્રા ફરી હતી. જેમાં 300થી વધુ બાઇક, સ્કૂટર જોડાયા હતા. પરિભ્રમણ યાત્રાને ફૂલડે વધાવવામાં આવી હતી. માર્ગો પર રંગોળી, સ્વસ્તિક, ત્રિશૂલ ચિત્રિત કરાયા હતા.

ઈસ્કોન રેસીડન્સીના રહેવાસીઓએ બનાવી અદભુત રંગોળી

1008 સાથીયાની બનાવી રંગોળી

51 મણની લાપસીનો ધરાવાયો પ્રસાદ

300થી વધુ બાઈક સ્કુટર જોડાયા

21મી જાન્યુઆરીના રોજ થશે પ્રાણ પ્રતિષ્ઠા

કાગવડ ખાતે થશે પ્રાણ પ્રતિષ્ઠા

First published: January 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर