Home /News /kutchh-saurastra /જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

ઘટના સ્થળ અને મૃતકની તસવીર

આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર ફિલ્મી ઢબે દોડીને પીછો કરી પકડી લીધા છે. ત્રણેય આરોપીને જુનાગઢ એસઓજીને સોંપી દેવાયા છે.

રાજકોટઃ જૂનાગઢના (junagadh) પૂર્વ મેયર લાખાભાઈ પરમારના (ex mayor lakhabhai parmar) પુત્ર ધર્મેશભાઈની આજે બપોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. ધર્મેશભાઈ ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતાં. આરોપીઓને શોધી કાઢવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટીમો કામે લાગી હતી.

દરમિયાન આરોપીઓ રાજકોટ તરફ આવ્યાની અને ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની 2 ટીમો પહોંચી હતી.

પણ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર ફિલ્મી ઢબે દોડીને પીછો કરી પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ છે. ત્રણેય આરોપીને જુનાગઢ એસઓજીને સોંપી દેવાયા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

મહત્વનું છે કે નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મે પરમારની હત્યા કરવામાં આવી હતી. લાખાભાઈના પુત્ર ધર્મેશ સ્કૂટર પરથી બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થતા હતા ત્યારે તેમના પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

આ હુમલામાં ધર્મેશ પરમારનું કરૂણ મોત થયું હતું. જોકે, લાખાભાઈના દીકરાની હત્યાના સમાચારો વાયુવેગે પ્રસરાઈ જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા હૉસ્પિટલે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા જૂનાગઢ SP, LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

પોલીસે આસપાસના સ્થળોનાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત હતી. જોકે, ચૂંટણીની અદાવતમાં પણ આ હત્યા થઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે પરંતુ હજુ સુધી કારણ સામે આવ્યું નથી. ધાર્મિક નગરી તરીકે ઓળખાતું અને સંતોનું નગર જૂનાગઢ જાણે કે આવારા તત્વોના હવાલે થઈ ગયું હોય તેવો ઘાટ છે.
" isDesktop="true" id="1101739" >આ ઘટના પાછળ લોકોને રાજકીય ગંધ આવી ગઈ છે. ત્યારે હત્યારાઓ અન્ય રાજ્યોમાં નાસી જાય તે પહેલાં પકડી પાડવામાં આવ્યા છે અને હવે તેની પાસેથી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, ગુનો, જૂનાગઢ, પોલીસ, હત્યા

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन