હાર્દિક પટેલનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ શું કહ્યુ જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 2:18 PM IST
હાર્દિક પટેલનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ શું કહ્યુ જાણો
પાટીદાર અનામત આંદોલન સમિતિના ત્રણ કન્વીનરો દ્વારા ગઇકાલે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સાથેની મુલાકાત પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે પાટીદારો હામેશા ભાજપ સાથે જ રહ્યા છે. પાસ આગેવાનોની આ મુલાકાતથી કોંગ્રેસનો પેઈડ એજન્ડા અને કોંગ્રેસ ખુલ્લા પડી ગયા છે. જીતુ વઘાણીએ હાર્દિક પટેલનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું હતું કે અમે પહેલથી જ કહેતા હતા કે કેટલાક લોકો પોતાના રાજકીય હિત માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ ભૂતકાળ માં પણ આ કરી ચુકી છે અને કોંગ્રેસ માત્ર સત્તા લક્ષીરાજનીતિ રમી રહી છે.

ગુજરાત દ્વારા કેન્દ્ર સામે સૌની યોજના બાબતે માંગવા માં આવેલી ગ્રાન્ટ ના મંજુર થઈ હોવાના અહેવાલ પ્રગટ થયા છે. રાજ્ય સરકાર દ્વારા માંગવા માં આવેલી 6 હજાર કરોડ થી વધુ ની ગ્રાન્ટ કેન્દ્ર એ નામંજૂર કરી છે તે બાબતે જણાવતા ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ કહ્યું છે કે સૌ ની યોજના એ ગુજરાત ની યોજના છે અને ગુજરાત સરકારે એ માટે અલગ ફન્ડ પણ આપ્યું છે કેન્દ્ર પાસેથી માંગણી કરવા માં આવી નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન

'હું કાલે પાટીદારોની સભા કરીને આવ્યો છું'
'પાટીદારો ભાજપ સાથે જ છે'
પહેલા જ કહેતા હતા કે કેટલાક લોકો પોતાના હીત માટે નીકળ્યા છે
'પહેલા પણ કોંગ્રેસ સાથે ખાનગી મુલાકાતો થઈ હતી'
'કોંગ્રેસનો પેઈડ એજન્ડા બહાર પડ્યો, કોંગ્રેસ ખુલ્લી પડી છે'
'કોંગ્રેસ ભૂતકાળમાં પણ આવું કરી ચૂકી છે'
'કોંગ્રેસ સત્તાલક્ષી રાજનીતિ કરી રહી છે'

First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर