જેતપુર : PM મોદીનાં નામે ખોટી સંસ્થા બનાવીને ગરીબ મહિલાઓને છેતરી, ચાંઉ કર્યા હજારો રૂપિયા

જેતપુર : PM મોદીનાં નામે ખોટી સંસ્થા બનાવીને ગરીબ મહિલાઓને છેતરી, ચાંઉ કર્યા હજારો રૂપિયા
જેતપુર, ASP, સાગર બાગમાર

જામકંડોરણામાં અનેક મહિલાઓ પાસેથી સિલાઈ મશીન આપવાના નામે 650 રૂપિયા જેવી રકમ ઉઘરાવવામાં આવી હતી.

 • Share this:
  મુુનાફ બકાલી, જેતપુર : રાજકોટ જિલ્લામાં ગજબ છેતરપિંડી સામે આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક ફરિયાદ થઇ હતી, જેમાં જામકંડોરણામાં મોદી યુવા સંગઠન નામની સંસ્થા જરૂરિયાતમંદ મહિલાને માત્ર ટોકન રૂપિયા લઈને સિલાઈ મશીન આપતી હતી. સાથે જેને જરૂરિયાત હોય તેને આર્થિક મદદ પણ કરતી હતી. આ સંસ્થા દ્વારા રાજકોટના જામકંડોરણામાં અનેક મહિલાઓ પાસેથી સિલાઈ મશીન આપવાના નામે 650 રૂપિયા જેવી રકમ ઉઘરાવવામાં આવી હતી.જે બાદ આ રૂપિયા હજમ કરીને કોઈપણ જાતના સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા ન હતા.

  થયેલ છેતરપિંડી મુજબ, અમદાવાદના યુવરાજ સિંહ જૂજીયા નામના વ્યક્તિએ પીએમ મોદી યુવા સંગઠન નામની સાવ ખોટી સંસ્થા ઉભી કરીને અને તેમાં જામકંડોરણાના જયાબેન વેકરીયાને નિમુણક આપી અને પછી આ જ સંસ્થા હેઠળ જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે તેવી લાલચ આપીને મહિલાઓ પાસેથી 650 રૂપિયાનું ઉઘરાણું કર્યું. જે મુજબ માત્ર જામકંડોરણામાંથી જ અંદાજિત 83,000 રૂપિયા ગરીબ મહિલાઓ પાસેથી ઉઘરાવી લીધા. જયારે જયાબેન પાસે આ મહિલાઓએ સિલાઈ મશીનની ઉઘરાણી કરી ત્યારે આ ચીટર યુવરાજે ફોન બંધ કરી દીધો. જેન લઈને જયાબેને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને જામકંડોરણા પોલીસે યુવરાજને પકડી પડીને કાયદેસરની કર્યવાહી શરૂ કરી છે.  આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે: પસંદગી તમારી માસ્ક પહેરશો કે એક હજાર રૂપિયાનો દંડ આપશો

  પ્રાથમિક પૂછપરછમાં આ ચીટર યુવરાજે જામકંડોરણા ઉપરાંત સુરત, કલ્યાણપુર, વીરપુર ધ્રાંગધ્રા જામનગર વગેરે શહેરોમા પણ આ રીતની છેતરપિંડી કરી ચૂક્યાનું સામે આવ્યું છે.

  શું છે છેતરપિંડીની ઘટના કેવી રીતે કરી છેતરપિંડી?

  મહા ચીટર યુવરાજ જૂજીયા મોટો માસ્ટર માઈન્ડ છે તેણે લોકોને ભરમાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ઉપયોગ કરી લીધું. પ્રથમ તો તેણે પીએમ મોદીના નામે એક બોગસ અને ખોટી સંસ્થા ઉભી કરી. જેનું કોઈ રજીસ્ટ્રેશન નહિ સરનામાં ખોટા, આ ખોટી અને બોગસ સંસ્થાને નામ આપ્યું મોદી યુવા સંગઠન. આ સંસ્થામાં તે પોતાને તેનો રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવતો હતો, આ સંસ્થાને તેણે  ગામે ગામ પ્રચાર કરતો અને તેમાં લોકોને હોદ્દા આપતો હતો. જેને હોદ્દો આપ્યો હોય તને એક આકર્ષક કલર પ્રિન્ટ કરેલ લેટર આપતો અને લોકોને ભરોસામાં લઈ લેતો હતો. પછી જે લોકોને તેણે હોદા આપ્યા હોય તને તે નાના લોકો માટે સહાય યોજના આપતો અને લોકોને તેની સ્કીમ અને સહાય યોજનામાં લાવવા માટે લલચામણી જાહેરાત આપતો હતો.

  અમદાવાદીઓ સાવધાન: AMCએ જાહેર કર્યા નવા 22 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર, જાણો કયો વિસ્તાર છે વધુ સંક્રમિત

  આવી જ એક યોજના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આપી. જેમાં તેણે જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપવાની જાહેરાત કરી હતી અને જેના માટે તેણે એક ખોટું ફોર્મ પણ ભરાવતો અને સાથે એકે ડિપોઝિટ માટે 650 રૂપિયા લેતો હતો.

  લોકોને વિશ્વાસમાં લેવા માટે તે લોકોને ખોટા લેટર પણ બતાવતો કે, જેમાં વિદેશની NGO દ્વારા સિલાઈ મશીન આપવામાં આવે છે અને આ માટે વિદેશની NGOના ખોટા લેટરપેડ ને પુરાવા ઉભા કરી ને લોકોને બતાવીને છેતરતો હતો. લોકોને વિશ્વાસમાં લેવા માટે ખોટા આર્થિક સહાયના લેટરપેડ અને સ્લીપ પણ બતાવતો હતો. મોદી યુવા સંગઠનના લેટર પેડમાં તો તેને ભાજપનો સિમ્બોલનો પણ ઉપયોગ કરેલ હતો.

  કોણ છે આ મહા ચીટર

  અમદાવાદનો રહેવાસી યુવરાજ જૂજીયા,  જે કોઈ કામધંધો ન હોય તે ઓછા સમયમાં અને કોઈ મહેનત વગર પૈસા કમાવવા માટે તેણે આ વ્યવસ્થિત કાવતરુંને  યોજના ઘડી હતી. આમ તો આ યુવરાજ ઉપર કોઈ મોટા ગુના નોંધાયેલ નથી પરંતુ જામકંડોરણા પોલીસની આગવી પૂછપરછમાં તને કબુલ્યું છે કે, તેને જામકંડોરણા ઉપરાંત જામનગર, ધ્રાગધ્રા, સુરત વગેરે શહેરોમાં આજ રીતે લોકો ને છેતર્યા છે. હાલ તો આ મહાચીટર પોલીસની કેદમાં છે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 23, 2020, 09:50 am

  टॉप स्टोरीज