જેતપુરમાં યુવતી સાથે દુષ્કર્મઃ પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ

News18 Gujarati
Updated: July 5, 2018, 8:07 AM IST
જેતપુરમાં યુવતી સાથે દુષ્કર્મઃ પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ
પોલીસે ઓળખ પરેડ બાદ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું

  • Share this:
ત્રણ દિવસ પહેલા જેતપુરની યુવતી પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે તેનું અપહરણ કરી જવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવતીના મિત્રને ગોંધી રાખીને એક હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે બુધવારે મામલતદાર કચેરી ખાતે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ પરેડ કરાવી હતી. આ દરમિયાન યુવતી અને તેના મિત્રને હાજર રાખવામાં આવ્યા હતા. ઓળખ પરેડ બાદ પોલીસે જેતપુરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમિયાન આરોપીઓ બે હાથ જોડીને લોકોની માફી માંગતા જોવા મળ્યા હતા. દુષ્કર્મના આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકો આરોપીઓને પોતાના કેમેરામાં કેદ પણ કરી રહ્યા હતા.

જેતપુરમાં પ્રેમી સાથે બેઠેલી યુવતીને ઉઠાવી જઈને બળાત્કાર

બીજી જુલાઈના રોજ જેતપુરમાં પ્રેમી સાથે બેઠેલી એક યુવતીનું અપહરણ કરીને તેને ઢોર માર મારીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં બળાત્કારી યુવક તેમજ તેને મદદ કરનાર અન્ય 8 લોકો અને હોટલના મેનેજરની ધરપકડ કરી હતી.

આરોપીઓને જોવા એકઠા થયેલા લોકો


પ્રેમી સાથે બેઠેલી યુવતીનું અપહરણ

ફરિયાદ પ્રમાણે યુવતી જેતલસર ઓવરબ્રિજ પાસે પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બ્રિજરાજસિંહ નામના વ્યક્તિએ તેના મિત્રોએ બંનેનું અપહરણ કરી લીધું હતું. બાદમાં બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતી જ્યારે તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બ્રિજરાજના મિત્રોએ બંનેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં આ લોકોએ બંનેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બંનેનું અપહરણ કરી લીધું હતું.9 લોકો સામે ફરિયાદ

વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્રિજરાજ નામનો વ્યક્તિ યુવતીને તેના મિત્રના એક્ટિવામાં એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બ્રિજરાજે બળાત્કારની સાથે સાથે યુવતીનો બીભત્સ વીડિયો પણ ઉતારી લીધો હતો. આ મામલે કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

હોટલ ખાતે યુવતીના મિત્રને 24 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો તેમજ બ્રિજરાજ અને તેના માણસો તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેના એટીએમથી 80 હજાર જેટલી રકમ પણ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બ્રિજરાજ સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધી છે, જ્યારે તેના મિત્રો સામે ગુનામાં મદદની ફરિયાદ નોંધી છે.
First published: July 5, 2018, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading