ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે જયંતી ઢોલની નિમણૂક
News18 Gujarati Updated: September 26, 2019, 12:34 PM IST

જયંતીભાઇ ઢોલ
ડેલિગેટ પ્રથા નાબૂદ થયા બાદ દસ વર્ષના લાંબા સમય બાદ યોજાયેલી નાગરિક સહકારી બેંકની ચૂંટણી ભારે ઉત્તેજનાત્મક બની હતી. ભાજપનો ભગવો લહેરાયો
- News18 Gujarati
- Last Updated: September 26, 2019, 12:34 PM IST
હરીન માત્રાવડિયા, રાજકોટ: પ્રતિષ્ઠાના જંગ સમી બનેલી ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલના આઠ ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, બેંકના માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતીભાઈ ઢોલનો વિજય થયો છે.
આ ચૂંટણીમાં જ્યારે પ્રતિસ્પર્ધી પેનલમાં બેંકના પૂર્વ ચેરમેન યતીશભાઈ દેસાઈ તથા તેમના સાથીદાર ઓમદેવસિંહ જાડેજા વિજય બન્યા છે. અલબત્ત, તેમની પેનલના અન્ય ઉમેદવારો હારી ગયા હતા.
ડેલિગેટ પ્રથા નાબૂદ થયા બાદ દસ વર્ષના લાંબા સમય બાદ યોજાયેલી નાગરિક સહકારી બેંકની ચૂંટણી ભારે ઉત્તેજનાત્મક બની હતી અને 10 વર્ષ બાદ નાગરિક સહકારી બેંક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને જયંતિ ઢોલને સર્વનું મતે ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે.ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો રમેશભાઈ ધડુકને 4360, જયરાજસિંહ જાડેજાને 4276, જયંતીભાઈ ઢોલને 4226, ડો.પ્રમોદભાઇ પટેલને 4175,કુરજીભાઈ વિરડીયાને 4127, પ્રહલાદભાઈ પારેખને 4099ને, શારદાબેન ઢોલને 4080, દુર્ગાબેન જોશીને 4027 મત મળ્યાં હતાં. આ પેનલના કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ ભાલોડીનો પરાજય થયો હતો.
સામા પક્ષે યતિશભાઈ દેસાઈને 4127 તથા ઓમદેવસિંહ જાડેજાને 4013 મત મળ્યા છે. જ્યારે તેમની પેનલના પંકજભાઈ રાયચુરા, પંકજભાઈ આસોદરીયા, વલ્લભભાઈ કનેરીયા, ધીરજલાલ ખાતરા, ગૌરાંગભાઈ મહેતા, હનીભાઈ સચદે, બીનાબેન રૈયાણી તથા જયશ્રીબેન ભટ્ટી નો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં 62905 સભાસદો માંથી 9292 સભાસદોએ મતદાન કર્યું હતું.

Loading...