રાજકોટઃ નરેશ પટેલ અંગે જયેશ રાદડિયાએ આપ્યું મહત્વનું નિવેદન, અહીં ક્લિક કરીને વાંચો શું કહ્યું
રાજકોટઃ નરેશ પટેલ અંગે જયેશ રાદડિયાએ આપ્યું મહત્વનું નિવેદન, અહીં ક્લિક કરીને વાંચો શું કહ્યું
જયેશ રાદડિયા ફાઈલ તસવીર
Rajkot News: પ્રેસ કોન્ફરન્સના (press conference) માધ્યમથી જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) જણાવ્યું હતું કે, આજની જે બેઠક મળવાની છે તે માત્રને માત્ર સમાજલક્ષી જ બેઠક છે. બેઠકમાં એક પણ જાતનો રાજકીય વાર્તાલાપ (Political discourse) નથી થવાનો.
રાજકોટઃ રાજકોટના (Rajkot) ગોંડલ રોડ પર આવેલ કન્યા છાત્રાલય ખાતે આજરોજ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ ની બેઠક મળવાની છે. ત્યારે આ બેઠકમાં જયેશ રાદડિયા નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે. ટ્રસ્ટીઓની બેઠક સાંજે પાંચ વાગ્યે મળવાની છે પરંતુ તે પૂર્વે જ જયેશ રાદડિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આજની જે બેઠક મળવાની છે તે માત્રને માત્ર સમાજલક્ષી જ બેઠક છે. બેઠકમાં એક પણ જાતનો રાજકીય વાર્તાલાપ નથી થવાનો. બેઠકમાં લેઉવા પટેલ સમાજ નિર્મિત નાથદ્વારા સમાજ, મથુરા સમાજ, દ્વારિકા સમાજ તેમજ સોમનાથ સમાજના લેખાજોખા રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી નરેશ પટેલ એક નિવેદન સતત આપી રહ્યા છે કે, હું સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ. ત્યારે આજની બેઠકમાં નરેશ પટેલ સમાજના આગેવાનો મળવાના છે તેમાં પોતાના રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચા કરે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
કારણકે બે દિવસ પૂર્વે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ઇફકોના ચેરમેન તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી નરેશ પટેલ પર આડકતરો કટાક્ષ પણ કરી ચૂક્યા છે.
દિલીપ સંઘાણીએ મીડિયાના માધ્યમથી પૂછ્યું હતું કે, નરેશ પટેલ જે સમાજની વાત કરે છે. તે સમાજ કોણ સમાજ ની વ્યાખ્યા શું? તેમજ વધુમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, સમાજના નામે આગળ આવેલા હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા છે. હાલ હાર્દિક પટેલ ની રાજકીય સ્થિતિ શું છે તે સૌ કોઈ જાણે છે.
ત્યારે સમાજના નામે રાજકારણમાં આગળ આવવા ઈચ્છતા નરેશ ભાઈના નામે સમાજને નવા હાર્દિક પટેલ ન મળે તેવી શુભેચ્છા. ત્યારે નરેશ પટેલ આગામી દિવસોમાં રાજકારણમાં જોડાશે કે કેમ? તે બાબતનો ખુલાસો ક્યારે થશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર