રાજકોટમાં માનવતા મહેંકી: જાવેદભાઈએ બે વખત પ્લાઝમા ડોનટ કરી સર્વધર્મ સમભાવની ભાવના સાર્થક કરી


Updated: September 23, 2020, 11:14 PM IST
રાજકોટમાં માનવતા મહેંકી: જાવેદભાઈએ બે વખત પ્લાઝમા ડોનટ કરી સર્વધર્મ સમભાવની ભાવના સાર્થક કરી
જાવેદભાઈની તસવીર

વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજનિષ્ઠ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર જાવેદભાઈ પઠાણ. જેમણે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં બીજી વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે.

  • Share this:
રાજકોટઃ કોરોના વાયરસની (coronavirus) વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજ્ય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરાય ઉણા ઉતર્યા નથી. ધાર્મિક એકતા અને માનવતાની મહેંક પ્રસરાવતા આવા જ એક કોરોના વોરિયર (corona warriors) એટલે વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજનિષ્ઠ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર જાવેદભાઈ પઠાણ. જેમણે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં બીજી વાર પ્લાઝમા ડોનેટ (Plasma donats) કર્યું છે.

આ વિશે વાત કરતા જાવેદભાઈ જણાવે છે કે, માણસ મરી ગયા પછી પણ અંગદાન કરે છે જ્યારે મને કુદરતે જીવતા પ્લાઝમા ડોનેટ કરી લોકોનું જીવન બચાવવાનો મોકો આપ્યો છે. આ માટે હું ખુદાનો અહેસાનમંદ છું.

કોવિડ પ્‍લાઝમા ડોનેટ કરવા માટે જેને થોડા સમય પહેલાં જ કોરોના થયો હોય અને હોસ્‍પિટલમાંથી રજા આપ્‍યાને 28 દિવસ પૂરા થઇ ગયા હોય તેવા કોરોનાને હરાવનાર કોરોનામુકત વ્‍યકિત કે જેમની ઉંમર 18થી 55 વર્ષ હોય, જેમનું વજન 50 કિલોગ્રામથી વધુ હોય, જેમને ડાયાબિટિસ, હૃદયરોગ કે અન્‍ય ગંભીર બિમારી ન હોય તેઓ આ સામાજિક કાર્યમાં સહભાગી બની પોતાના પ્‍લાઝમાનું દાન કરી શકે છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં coronaએ કલાકારોની 'દશા' બગાડી: ગાયકી છોડી અન્ય ધંધો કરવા મજબૂર, કરી આવી અપીલ

મારા પ્લાઝમાથી જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ કોરોના મુક્ત બનતો હોય તો મારુ આ જીવન સફળ છે. મારુ તો માનવું છે કે કોરોનાનાં દર્દીઓની સેવા કરવી એ મારા માટે અલ્લાહની ઈબાદતથી કમ નથી."

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ જમીન NA કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાઅન્ય લોકોને પણ પ્લાઝમાં ડોનેટ કરવાની અપીલ કરતા જાવેદભાઈ વધુમાં જણાવે છે કે, " પ્‍લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્પન્ન નથી થતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું

તો હું મારી જેમ કોરોનામુક્ત થયેલા અન્ય વ્યક્તિઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્‍લાઝમા ડોનેટ કરો, પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ?"

આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યક્તિ અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવવા તત્પર થઈએ". આમ જાવેદભાઈ જેવા જાગૃત આરોગ્યકર્મીએ પ્લાઝમા ડોનેશન કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોમાં માનવીય અભિગમના પ્રસારને પ્રેરક બળ પુરૂ પાડયું છે.
Published by: ankit patel
First published: September 23, 2020, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading