જસદણઃપીકઅપ વાનની ટક્કરે રીક્ષાના 25 ટુકડા!, 3 મજૂરોના મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 3:39 PM IST
જસદણઃપીકઅપ વાનની ટક્કરે રીક્ષાના 25 ટુકડા!, 3 મજૂરોના મોત
જસદણઃ જસદણના આટકોટ બાયપાસ પાસે આજે રિક્ષા અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણેય મૃતકો પરપ્રાંતિય રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 3:39 PM IST

જસદણઃ જસદણના આટકોટ બાયપાસ પાસે આજે રિક્ષા અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણેય મૃતકો પરપ્રાંતિય રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે રીક્ષાના 25થી વધુ ટુકડા થયા હતા જ્યારે લાશો આમ તેમ ફેકાઇ ગઇ હતી.


જસદણ આટકોટ બાયપાસ પર ગોખલાણા ચોકડી પાસે પીકપવાને રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં બેઢેલા છ મજુરોમાંથી ત્રણ મજુરોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત વધુ ગંભીર અન્ય ત્રણ મજુરોને વધું સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ જસદણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામનારની વધુ વિગત મેળવીને તપાસ હાથ ધરી છે.First published: January 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर